December 8, 2024

જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા “અમૃત સાંસ્કૃતિક વારસા” તરીકે ગુજરાતનો ગરબો કાર્યક્રમ પંડિત ઓમકાનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયો

Share to



*સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમનું લાઇવ પ્રસારણ લોકોએ નિહાળ્યું- ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી*
ભરૂચ- ગુરુવાર- આપણી ગુજરાતી પરંપરામાં ગરબાનું વિશિષ્ટ સ્થાન છે. જેનાં ગૌરવમાં વધારો કરતાં યુનેસ્કો (UNESCO) માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૃર્તની સુરક્ષા માટેની આંતર સરકારી સમિતિના ૧૮ માં સત્રમાં ગુજરાતના ગરબાને ભારતમાંથી અમૃત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે અંકિત થવા જઇ રહ્યુ છે. જે આ યાદીમાં સામેલ થનાર ભારતનું “૧૫ મુ ICH તત્વ” હશે. નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે અને ગુજરાતની આપણી આ અમૃત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભ આશયથી ગુજરાતના ગરબાની ઉજવણીના ભાગરૂપે આજરોજ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા “અમૃત સાંસ્કૃતિક વારસા” તરીકે ગુજરાતનો ગરબો કાર્યક્રમ પંડિત ઓમકાનાથ ઠાકુર કલાભવન, ભરૂચ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગ્ટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ગરબાની સાંસ્કતિક પ્રોગામની સુંદર પ્રસ્તૃતિસૌએ નિહાળી હતી. તે ઉપરાંત હાજર સૌએ યુનેસ્કો દ્વારા આયોજિત કાર્યક્રમનું લાઇવ પ્રસારણ પણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી, ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યકક્ષશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ અને નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.આર.ધાધલ, લાઈઝનીંગ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to