નેત્રંગમાં રાજપારડી રોડ પર રહેતા વૃદ્ધ બાવાને ઘરના વાડામાં વાવેલા ગાંજાના છોડના 11.3 કિલો જથ્થા સાથે SOG એ ઝડપી પાડયો,

Share toભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ભાવસિંગ વસાવાને મળેલી બાતમીના આધારે નેત્રંગ રાજપારડી રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. SOG ટીમે રણજીત જેસંગબાવા રાજના ઘરની પાછળના વાડામાં તપાસ હાથ ધરી હતી. વાડામાં વાવેલા માદક વનસ્પતિજન્ય ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. એક છોડ 11 ફૂટ અને તુવેરની આડમાં રહેલો બીજો ગાંજાનો 9 ફૂટનો છોડ મળી આવ્યો હતો. જેને મૂળિયા સહિત કાઢી વજન કરવામાં આવતા 11 કિલો 303 ગ્રામના બંને છોડને કબ્જે લેવામાં આવ્યા હતા. NDPS એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી કુલ રૂપિયા 1.13 લાખનો ગાંજાના મળી આવેલા જથ્થા બદલ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. વૃદ્ધ આરોપીએ વાડામાં ગાંજાના છોડ વેચાણ માટે કે પોતે નશો કરવા વાવ્યા હતા તે અંગે વધુ તપાસ ચલાવવામાં આવી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to