November 21, 2024

ચૈતર વસાવાને મોટો ઝટકો, હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી, વન્યકર્મીઓને માર મારવાનો ચાલી રહ્યો છે કેસ

Share to




આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં જ ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્યના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર અત્યારે વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવાનો કેસ ચાલી રહ્યો છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં જ ગુજરાત હાઇકોર્ટે ધારાસભ્યના આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. ચૈતર વસાવા પર અત્યારે વન્યકર્મીઓને માર મારવા અને ધમકી આપવાનો કેસ ચાલી રહ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે આજે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. વનકર્મીઓને માર મારવાનાં કેસમાં હાઇકોર્ટે રાહત આપવા ઇનકાર કરી દીધો છે. હાઇકોર્ટે કહ્યું કે, કયા અધિકાર હેઠળ ધારાસભ્યએ વનકર્મીઓને બોલાવ્યા હતા ?, આ કેસને લઇને હવે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, તો વળી, જામીન અરજી ના મંજૂર થતા જ ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હું સીટિંગ ધારાસભ્ય છું ક્યાંય જવાનો નથી. વન્યકર્મીઓને માર મારવાના અને ધમકાવવાના કેસમાં સરકારે ચૈતર વસાવા પર ટાર્ગેટ કરતાં કહ્યું કે, આ એક કસ્ટૉડિયલ ઇન્ટરૉગેશનનો કેસ છે અને ગંભીર કેસ છે જે માટે અરજી નામંજૂર કરવામાં આવે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વનક્રમીઓને આ રીતે બોલાવી અને ધમકી આપવી શું આ કામ શોભે છે ?

મહત્વનું છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી આ પહેલા પણ ના મંજૂરી થઇ ચૂકી છે, અગાઉ સેશન્સ કોર્ટે અરજીને ફગાવી દીધી હતી. જોકે, આ ઘટના બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ફરાર છે. જમીન સંબંધિત આ કેસમાં વનકર્મીઓને માર મારવાના અને જાહેરમાં ગોળીબાર મામલે ધારાસભ્ય અને તેમની પત્ની સહિતના કેટલાક લોકો સામે ગુનો નોંધાયેલો છે.

આ પહેલા પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કરીને સરકાર પર લગાવ્યા હતા ગંભીર આરોપો

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ઘટનાઓ ઘટી રહી છે, હવે આ કડીમાં ડેડિયાપાડામાં વધુ એક મોટા ઘટના ઘટી છે. આજે ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે, જેમાં તેમને શાક્ષક પક્ષ પર આરોપ ગંભીર આરોપો લગાવ્યા છે. આપ નેતા ચૈતર વસાવાની પત્નિ વર્ષા વસાવા સહિત આદિવાસી નેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ કરીને શાક્ષક પક્ષ બીજેપી પર ગંભીર આરોપો લગાવ્યા છે, તેમને કહ્યું કે, તેમના પતિ ચૈતર વસાવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને લોકસભા ચૂંટણી ના લડવા દેવા માટે બીજેપી તરફથી દબાણ કરવામાં આવી રહ્યું છે, તેમને હેરાનગતિ કરીને બીજેપીમાં લઇ જવાના પ્રયાસો થઇ રહ્યાં છે.

ડેડિયાપાડના AAP MLA ચૈતર વસાવાની પત્નીનો વર્ષા વસાવાએ શાસક પક્ષ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, ચૈતર વસાવાને કિન્નાખોરી રાખીને હેરાન કરાઇ રહ્યાં છે. તેમને ચૈતર વસાવાની લોકસભાની ચૂંટણી લડવાના પણ સંકેતો આપ્યા છે. ચૈતર વસાવા લોકસભા ચૂંટણી ના લડે તે માટે હેરાન કરાય છે. ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારનું ફાયરિંગ ના કર્યાનો પણ પત્ની વર્ષા વસાવાનો દાવો છે. વન વિભાગના અધિકારીને માર મારવાના કેસમાં પણ ચૈતર વસાવા આરોપી છે. ચૈતર વસાવા પર વન વિભાગના અધિકારીને માર મારવાનો આરોપ લાગ્યો છે, અને ફરિયાદ બાદ અત્યારે ચૈતર વસાવા પોલીસ પકડની બહાર છે.

ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, ચૈતર વસાવા વિરૂદ્ધની ફરિયાદ ખોટી છે. વનવિભાગે ફરિયાદ ઉપજાવી કાઢી છે, ચૈતર વસાવા વનકર્મી-ખેડૂતો વચ્ચે સમાધાનના પ્રયાસો કર્યા હતા. પોલીસકર્મીઓ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસ્યા હતા. પોલીસ અધિકારીઓએ આખી રાત હેરાન કર્યા હતા. શકુંતલાબેનને આખો દિવસ પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. FIRમાં ખોટી રીતે કલમો ઉમેરવામાં આવી છે.


DNS NEWS
અમદાવાદ


Share to

You may have missed