ભરૂચ જીલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો

Share to



સમાજ શિક્ષિત હોય તો વિશ્વમાં ડંકો વાગે

સમાજ ના વિદ્યાર્થીઓનો આજે સત્કાર સમારંભ યોજાયો

ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી તારલાઓ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ ઝાડેશ્વર ખાતે આવેલા તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલમાં યોજાયો હતો. જ્ઞાનની દેવી માં સરસ્વતીના દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી

ભરૂચ જિલ્લા આહિર સમાજના આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહિરે સમાજના આર્થિક, શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી આવનાર સમયમાં આહીર સમાજ એકત્ર થઈ પોતાની જગ્યા લઇ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી. સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધા સમાજના આગેવાનો વડીલો દ્વારા આપવામાં આવી હતી. સમાજમાં ચાલતા કુરિવાજો નાબૂદ કરી સમાજને આર્થિક રીતે મજબૂત કરી સમાજને સક્ષમ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો તથા સમાજના યુવા વર્ગને પણ અન્ય પ્રવૃત્તિઓમાં આગળ આવી સમાજ અને રાજ્યનું નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી સમાજના લોકો રાજકીય પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ તેવી સમાજના આગેવાનો દ્વારા સમાજના લોકોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાજકીય, સામાજિક પ્રવૃત્તિઓમાં આગળ નીકળી સમાજના સરપંચો, ઉપસરપંચ, ગ્રામ પંચાયત સદસ્ય તથા સમાજના સામાજિક પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત રહેતા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના તથા સમાજના શિક્ષિત તેજસ્વી તારલાઓ ને પણ સમાજ દ્વારા સત્કાર સમારંભ કરાયું હતું. સમાજના યુવાધન સહિતના લોકો વ્યસન મુક્ત થઈ વ્યસનથી દૂર રહે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યું હતો. કાર્યક્રમ દરમિયાન આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમમાં સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહીર ઉપપ્રમુખ ખુશાલભાઈ આહીર માજી પ્રમુખ સુરેશભાઈ આહીર સમાજના મહામંત્રી નરસિંહભાઇ આહિર સમાજના કારોબારી સભ્યો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



મિતેશ આહીર
DNS NEWS


Share to