અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામ ખાતે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત સંકલ્પ યાત્રા યોજાઈ

Share toભરૂચ:સોમવાર:- ભરૂચ જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામ ખાતે સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામજનોએ ઉમળકાભેર આવકારી હતી.આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિશન સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્યગાથા રજૂ કરી હતી. તેમજ મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, પૂરક પોષણ યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરાયા હતાં. ઉપરાંત “ધરતી કહે પુકાર કે” અંતગર્ત સ્થાનિક આંગણવાડી બહેનો દ્વારા પ્રાકૃતિક ખેતીની જાણકારીની સાથે પ્રોત્સાહન આપતું નુક્કડ નાટક રજૂ કર્યું હતું.

કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓના પ્રતિભાવ દર્શાવતી શોર્ટ ફિલ્મ ઉપસ્થિત સૌએ નિહાળી હતી. ભારતને ૨૦૪૭ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાંને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને નિ:શુલ્ક વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણયુક્ત આહારમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું સ્ટોલ્સ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આયશાબેન વસાવા, સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to