રાજપારડી થી ઝગડીયા તરફ જતા ઇજી બિલ્ડકોમ નામની બિલ્ડીંગ મટીરીયલ બનાવતી કંપની દ્વારા જાહેરમાં માનવ મળ ખેડૂત ના ખેતર મા પાઇપ લાઈન દ્વારા બહાર પ્રસરી જતા ખેડૂત ને જમીન મા નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ઝગડીયા થી રાજપારડી જતા ધોરી માર્ગ ઉપર આવેલ ઇઝી બિલ્ડકોન નામની કંપની મા રહેતા કર્મચારીઓ રહેઠાણ માટે બનાવેલ સંડાશ બાથરૂમનો ઉપયોગ કરતા હોઈ જે પાઇપ લાઈન વાટે મળમૂત્ર ખેતી લાયક જમીન મા ઠાલવતા ખેડૂત ની જમીન દુરગન્ધ યુક્ત થઇ જવા પામી છે તથા ત્યા ખેતી નો જો કોઈ પાક હોત તો તે પણ માનવ મળ થી ખરાબ થઇ જવા ની દેહસત ખેડૂત ને સતાવી રહી છે તથા ત્યાંથી પસાર થતા મુખ્ય રાજ્ય ધોરી માર્ગ ઉપર થી પસાર થતા લોકો ને પણ ગંદકી અને દુર્ગંધ મારતા માનવ મળ ની દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ઈઝી બિલ્ડકોણ નામની આ કંપની દ્વારા પોતાની જગ્યા માંજ માનવ મળ માટે નો ખાડકૂવો બનવાની વ્યવસ્થા કરવાની હોઈ છે તેમ છતાં આ કંપની દ્વારા પોતાની જગ્યા ની બહાર ખેતી લાયક જમીન મા જાહેરમાં માનવ મળ સહીત પ્રદુષિત પાણી ખેતર માલિક ની જમીન મા નાખવાની સત્તા આપી કોને??? કેમ કંપની સત્તાધીસો દ્વારા પોતાની જગ્યા મા આ મળ મૂત્ર માત્ર વ્યવસ્થા કરવામાં ના આવી..?? તે એક સવાલ ઉભો થઇ રહ્યો છે જોકે આ પ્લાન્ટ એક બિલ્ડીંગ મટેરીઅલ બનાવતી હોઈ જેમાં વાતવરણ ને પ્રદુષિત કરતા પાણી તેમજ અન્ય પ્રદાર્થ હોઈ શકે છે જે માટે સરકારી ધારાધોરણ મુજબ કેટલાક નિયમો હોઈ છે અને જેને કોઈ પણ ઉદ્યોગો દ્વારા નિયમો નું પાલન કરવાનું હોઈ છે તેમ છતાં આ પાલન્ટ દ્વારા પોતાના હદ બહાર મળ સહિત અન્ય પ્રદુષિત પાણી કાઢતા હાલ આ પ્લાન્ટ નિયમો ને નેવે મૂકી વાતાવરણ અને ખેડૂતો ની જમીનો ને નુકશાન કરી રહી છે ત્યારે આ મામલે ખેડૂત ડાહ્યાભાઈ ફોગટ ભાઈ પરમાર રહે ઝગડીયા દ્વારા કંપની સામે કાયદેસર પગલાં લેવા તંત્ર ને રજુઆત કરી છે…
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.