સુરત જિલ્લાના બારડોલી ટાઉન પોલીસ મથકના પી.આઈ – વી.એલ.ગાગિયા તથા એ.એસ.આઈ – સંજયભાઈ તખુભાઈ નાઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે તેન ગામની સીમમાં આવેલ વૃંદાવન સોસાયટીની સામે આવેલ ખેતરાડીના રસ્તા ઉપર આવેલ કેટલાક ઈસમો વિદેશીદારૂનું કારટિંગ કરી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસની રેડ જોઈ ત્યાં હાજર તમામ ઈસમો ફરાર થઇ ગયા હતા. પોલીસને સ્થળ પરથી મારૂતિ કંપનીની ઓમની કાર નંબર GJ-5-N-4668 તેમજ અલગ-અલગ કંપનીની ત્રણ મોપેડ મળી આવી હતી. પોલીસને સ્થળ પરથી તપાસ દરમિયાન વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ – ૪૫૬ જેની કિંમત રૂ ૧,૧૦,૪૦૦/- તથા એક કાર અને ત્રણ મોપેડ મળી કુલ ૨,૪૦,૪૦૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન કુખ્યાત બુટલેગર મુકેશ ઉર્ફે ભુરિયો નટવર રાઠોડ તેમજ ત્રણેય મોપેડના ચાલકોને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
