September 7, 2024

નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસની પોલીસ જવાનો સાથે ઉજવણી કરવામાં આવી.

Share to






દર વર્ષે ૨૬મી નવેમ્બરે, રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. તા. ૨૬મી નવેમ્બર, ૧૯૪૯નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું. આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો.

નેત્રંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.કે.રાઠોડ સાહેબ દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફનેસંવિધાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મૂલ્યો અને નૈતિક ફરજો અને આપણી સંસ્કૃતિનું જતન કરી તેમજ બંધારણનું પાલન પૂર્ણ નિષ્ઠા થી કરીરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને ભારતના બંધારણના આમુખનું વાંચન કરવાના આવ્યું હતું. અને રાષ્ટ્રીય બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી


દુનિયાનું સૌથી મોટુ બંધારણ ભારતનું છે. તે કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું હતું. તેને લખતા ૨ વર્ષ ૧૧મહિના અને ૧૮ દિવસ થયા હતાં અને તેમાં ૨૯૪ લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જવાહરલાલ નહેરૂ, ડા. ભીમરાવ આંબેડર, ડા. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા. બંધારણ વિશ્વનું સૌથી લાંબું લખાયેલું સંવિધાન છે. બંધારણ લખનારી સમિતીએ તેને હિંદી, અંગ્રેજીમાં હાથથી લખીને કેલિગ્રાફ કર્યું હતું. તેમાં કોઈ ટાઈપિંગ કે પ્રિટિંગ સામેલ ન હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed