ઝઘડિયાના અવિધા ખાતે ભારત સરકારના નાણાં વિભાગના રાજ્ય મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

Share to

વિકસિત ભારત સંકલ્પ યાત્રા:ભરૂચ

ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાત રાજ્યએ લોકોનો સર્વાંગી વિકાસ કર્યો છે: મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડ

ભરૂચ: રવિવાર: ભરૂચના ઝઘડિયા તાલુકાના અવિધા ગામની પ્રાથમિક શાળા ખાતે ભારત સરકારના નાણાં વિભાગના રાજ્ય મંત્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

અવિધા ગામની પ્રાથમિક શાળામાં ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધ્યક્ષપદેથી મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે વર્ષ ૨૦૧૪માં દેશના શાસનની નેતૃત્વ સંભાળતા જ ભારત દેશની વિકાસની વિભાવના જ બદલાઈ ગઈ છે. પહેલાં દેશની વિભાવના ગરીબીનો દેશ તરીકે કરવામાં આવતી હતી,અત્યારના સમયમાં વિકસિત રાષ્ટ્ર તરીકે વિભાવના કરવામાં આવે છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ્ય સમજાવતા મંત્રીશ્રી કહ્યું કે,કેન્દ્ર સરકારની ૨૯ જેટલી જનકલ્યાણની લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.જેને જો સાચા અર્થમાં ગામજનો લાભ લે તો જીવન ધોરણમાં માતબર બદલાવ લાવવામાં ઉપયોગી બનશે.આથી મંત્રીશ્રીએ અવિધા ગામના લોકોને ઘરઆંગણે આવેલ યોજનાકીય લાભ લેવાના અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વને પ્રશંસા કરતા જણાવ્યું કે,ડબલ એન્જિનની સરકારમાં ગુજરાત રાજ્યે લોકોનો જીવનધોરણમાં સર્વાંગી વિકાસ કર્યો છે.તેમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પણ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે,છેવાડાનો નાગરિક વિકાસથી વંચિત ન રહે તે માટે ભારત સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ગામડાઓમાં અમલીકરણ અધિકારીઓ પહોંચ્યા છે.જેના લાભ લેવા ગ્રામજનોને પણ તેમને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ કેળવવા માટે પ્રદર્શન સ્ટોલનું મંત્રીશ્રી મુલાકાત લીધી હતી.વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વધુમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં રથમાં સરકારશ્રીની યોજનાના દર્શાવતી ટુંકી ફિલ્મ પણ મહાનુભાવોએ નિહાળી હતી.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ સ્વાગત પ્રવચનમાં મંત્રીશ્રીને જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વાસદીયા,જિલ્લા અગ્રણી શ્રી મારુતિ સિંહ અટોદરિયા, ઝઘડિયાના ધારાસભ્ય શ્રી રિતેશ વસાવા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી,નિવાસી અધિક કલેકટર શ્રી એન આર ધાંધલ સહિત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,ગામના સરપંચશ્રી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Share to