December 18, 2024

છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીમાં અધિકારી-કર્મચારીઓએ બંધારણ દિવસની શપથ લઈ વિશ્વના સૌથી મોટા બંધારણ તરીકે ઉજવણી કરી*

Share to



બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબની ૧૨૫મી જન્મ જયંતિ વર્ષથી દર વર્ષે તા.૨૬મી નવેમ્બરના રોજ ‘બંધારણ દિવસ’ ઉજવવામાં આવે છે.

અત્રે છોટાઉદેપુર જિલ્લાના ઇલેક્ટરોલ ઓબઝવર અને ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીના ચીફ એક્ઝિયુટિવ ઓફિસર સુપ્રિત સિંહ ગુલતીના અધ્યક્ષસ્થાને જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણ, ડે. ઇલેક્શન ઓફિસર ચૌધરી, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, નાયબ કલેકટર અમિત ગામીત, મામલતદારો, ચૂંટણી કાર્યમાં સંકળાયેલા નાયબ મામલતદારો, તેમજ વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ દ્વારા સેવા સદનના વિડિયો કોનફરન્સ હોલમાં બંધારણના આમુખનું વાંચન કરી શપથ લઈ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે જિલ્લામાં‘બંધારણ દિવસ’ની ઉજવણી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમા બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed