હાંસોટ નવીનગરી અંભેટા રોડ પર પર રહેતા આદિવાસી ગરીબ પરિવાર ના 55 વર્ષીય ભૂરી બેન ઠાકોર રાઠોડ માછીમાર નો ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય આજે સવારે માછીમારી કરવા માટે એમનાં પુત્રના પુત્ર 14 વર્ષીય આકાશ કુમાર રાઠોડ સાથે માછીમારી કરવા ચાલતાં જઈ રહ્યા ત્યારે અચાનક વીજળી પડતાં બંને નાં ઘટના સ્થળે મોત નિપજ્યા હતાં બીજા લોકો માછીમારી કરીને આવી રહેલા હોય તેમણે આ બંને ને મૃત્યુ પામેલી હાલતમાં જોતાં ખાનગી વાહન ની મદદ થી બંને ના મૃતદેહ ને લાવતાં મૃતકના પરિવારજનો માં શોક ની લાગણી સાથે હૈયા ફાટ રુદન નાં દ્રશ્યો સર્જાયા હતા હાંસોટ પોલીસ ને ઘટના ની જાણ થતાં મૃતકના પરિવારજનોને મળી બનાવ અન્ય તાલુકાનો હોવા છતાં માનવતા ની દ્રષ્ટિ એ મૃતકનો પોલીસ રિપોર્ટ બનાવવા નાં હોય તે તરત બનાવી પોસ્ટમોર્ટમ ની વિધિ તરત કરાવી પરિવાર જનોને મૃતદેહો સોપી દીધેલ હતાં આમ હાંસોટ પોલીસે મૃતક નાં પરિવારજનોને આકસ્મિક મોત અંગે સરકાર માંથી મળતી સહાય મળે તે અંગેની કાર્યવાહી કરવામાં માનવતા દાખવી હતી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો