November 21, 2024

.માંડવી ના અરેઠ ગામે ભૂસ્તર વિભાગ ની ચેક પોસ્ટ મુદ્દે સ્થાનિકો દ્વારા હોબાળો…………ચેક પોસ્ટ મૂકવાથી ખનીજ સંભદિત ઘણી ચોરી બંધ થઈ ગઈ અને ચોરી કરતા તત્વો ને મઝા નથી આવતી એટલે આવા નાટકો ઊભા કરી રહ્યા છે..– ડી. કે. પટેલ (ભૂસ્તરશાસ્ત્રી)

Share to



.*રિપોર્ટર નિકુંજ ચૌધરી.*

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામની સીમમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ચેક પોસ્ટ ગામ પંચાયત ની પરવાનગી વગર મુકવામાં આવેલ નો આરોપ સાથે ગામજનો દ્વારા ભૂસ્તર ને લગતા વાહનો રોકી આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું . માંડવી તાલુકાના અરેઠ ગામે ભૂસ્તર વિભાગ ના અધિકારી દ્વારા ભૂસ્તર ખાતાં નું ચેક પોસ્ટ મુકવા માં આવતા અરેઠ સહિત નાં આજુબાજુ ના ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ચેક પોસ્ટ ઉઠવા ની માંગ કરી રહ્યા છે.ભૂસ્તર વિભાગ દ્વારા ગામ પંચાયત ની પરવાનગી વગર અરેઠ ગામની સીમમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું ચેક પોસ્ટ મુકી દેવામાં આવ્યું હતું જેના કારણે નાના મોટા અકસ્માત સર્જાતા હોવાની વ્યાપક ફરીયાદો સાથે ગામના આગેવાનો અને યુવાનો સહિત નાં લોકો ભેગા થઇ જતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વિરોધ પ્રદર્શન માં ભૂસ્તર વિભાગ ને લગતા ટ્રકો સહિત નાં વાહનો માટે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું..ધટના સ્થળે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ હેમંત પટેલ સાહેબ અને સબ ઇન્સ્પેક્ટર સહિત જમાદાર, પોલીસ સ્ટાફ, તેમજ ભૂસ્તર અધિકારી ડી.કે પટેલ સાહેબ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ચોકી પોસ્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં ચેક પોસ્ટ ને તાળાં મારી બીજી જગ્યાએ વાહનો ચેક કરવા નું નક્કી કરવામાં આવ્યું..


Share to

You may have missed