ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ 50,000 હજાર ની લાંચ લેતા A.C.B સફર ટ્રેપ

Share to

ભરૂચ


નેત્રંગ પોલિશ સ્ટેશન માં 3 મહિના માજ બીજી વાર એન્ટી કરપ્શન બ્યુરો ની બીજી સફળ ટ્રેપ.નેત્રંગ પોલિશ સ્ટેશન માં ત્રણ જ મહિના માં બીજી વાર એન્ટી કરપ્શન બ્યુરો ની સફળ ટ્રેપ રહી, આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા એસીબી ને જાણ કરતા એ સી બી એ નેત્રંગ માં ધમો નાખ્યો હતો, ત્યારે ફરીયાદીના બીજા નંબરના નાનાભાઈને ઇંગ્લીશ દારુની દોઢ પેટી ક્વાટરીયા સાથે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાઈ જતા છના વસાવા નામ નો કોન્સ્ટેબલે ફરીયાદીને વોટસએપ કોલ કરી જણાવેલ કે, “તારા ભાઇને માર ન મારવા માટે અને સૌથી નાના ભાઇનુ નામ ફરીયાદમાંથી હટાવી દેવા માટે રૂ.૧,૦૦,૦૦૦/- સાહેબે કીધા છે.” જે રકઝકના અંતે રૂ.૫૦,૦૦૦/- આપવાના નક્કી કરેલ, જે લાંચની રકમ રૂ. ૫૦,૦૦૦/- ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી. પોલિશ સ્ટેશન ભરૂચ ખાતે જઈ ને ફરીયાદ આપતા, જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવા આવ્યું હતું, ત્યારે છના વસાવા ફરીયાદી પાસેથી આજરોજ રૂા.૫૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી લાંચની રકમ દોલતસિંહ વસાવા રહે. મુખ્ય મોઝા તા.નેત્રંગ જી.આર.ડી ને આપવા જણાવતા લાંચ ની રકમ રૂપિયા ૫૦ હજાર લેતા રંગે હતી ACB એ ઝડપી પડ્યો હતો, ત્યારે બીજી તરફ છનો શાંતિલાલ વસાવા ને વોન્ટેડ જાહેર કરી આગળ ની વધુ તપાસ ACB દ્વાર કરવા આવી રહી છે,


Share to

You may have missed