November 29, 2023

.માંડવી તાલુકાના દેવગઢ આશ્રમશાળામાં અભ્યાસ કરતા 2 બાળકો વહેર નદી માં ડૂબ્યા. *

Share to



*રિપોર્ટર.. નિકુંજ ચૌધરી.*


સુરત જિલ્લા ના માંડવી તાલુકાના દેવગઢ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા, ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામના બે વિદ્યાર્થીઓ ૧. હિતેશ પાડવી (ઉમર -૧૭) ૨. સાવન વસાવા અન્ય સાથી મિત્રો સાથે દેવગઢ ગામ નજીક આવેલ વરેહ ખાડી તરફ ફરવા ગયા હતા જ્યાં, આ બે વિદ્યાર્થીઓ ૧. હિતેશ પાડવી (ઉમર -૧૭) ૨. સાવન વસાવા ન્હાવા જતા પાણી માં ડૂબી ગયા હતા. ઘટના બાબતે ની જાણ, સાથે ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામજનો અને આશ્રમ શાળાને કરાયા હતી.સ્થાનિકો દ્વારા તત્કાળ બાળકોની શોધ કરતા,ઘટના સ્થળે થી એમના મૃત દેહો મળી આવ્યા હતા. જ્યાર બાદ હાલ લખાય રહ્યું છે ત્યાં સુધી, માંડવી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


Share to