_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર હિતેન્દ્ર મંગાભાઇ ખાણીયા અમદાવાદના વતની હોય, જૂનાગઢ પોતાના પરીવાર સાથે ફરવા આવેલ હોય. હિતેન્દ્રભાઇ બસ સ્ટેશનથી ભવનાથ જવા માટે રિક્ષામાં બેસેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૩૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ખોવાયેલ હોય, જે થેલામાં રૂ. ૩૦૦૦/- રોકડ, કપડા તથા અન્ય જરૂરી સામાન હોય.* હિતેન્દ્રભાઇ એ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમનો થેલો મળેલ નહિ, પોતે પરિવાર સાથે ફરવા આવેલ અજાણ્યા શહેરમાં કોની મદદ લેવી તેની સમજ પડેલ નહિ જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, પો.કોન્સ. હાર્દિકભાઇ સિસોદીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હિતેન્દ્રભાઇ જે સ્થળેથી ઓટો રિક્ષામાં બેસેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હિતેન્દ્રભાઇ પોતાનો રૂ. ૩૦૦૦ રોકડ રકમ સહિતના સામાનનો થેલો રિક્ષામાં જ ભુલી ગયેલ હોય તેવું જણાયેલ. જે આધારે તે રિક્ષાનો રજી. નં. GJ 11 UU 9422 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે થેલો તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હિતેન્દ્રભાઇનો રૂ. 3૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ફકત ૨ કલાકમાં શોધી અને થેલો રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિતેન્દ્રભાઇ ખાણીયાએ જણાવેલ કે તેમને આ થેલો પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ થેલો પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૩૦૦૦/- રોકડ સહિતના સામાનનો થેલો ફકત ૨ કલાકમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટનાં ચતુર્થ સેમેસ્ટરના છાત્રોનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જૂનાગઢ શહેરમાં ભગવાનશ્રી રામનાં જન્મોત્સવ નિમિત્તે કાળઝાળ ગરમીનાં સમયે ભાવીકોને ટનબધ્ધ તરબુચ અને જામફળનાં રસનું વિતરણ કરતા નગરશ્રેષ્ઠીઓ
જુનાગઢના ભેસાણ તાલુકાના ચણાકા ગામે ચૈત્રી નવરાત્રીનાં ઉપવાસનાં પારણા માંનાં સાંનિધ્યે ૫૧ કુંડી યજ્ઞ દ્વારા શાસ્ત્રોક્ત વિધી વિધાન એવં સમુહપ્રસાદથી પારણા છોડાવતા વેરાઇ માતાનાં ભક્તો