November 28, 2024

નેત્રંગ :- શાંતિનગર માં વેશભૂષા સાથેનો રાસ બન્યું આકર્ષણનું કેન્દ્ર

Share to




નેત્રંગ નાં શાંતિનગર યુવક મંડળ દ્વારા નવરાત્રી 2023 નું આયોજન કરવા નાં આવ્યું હતું જે માં દસે દસ દિવસ ગરબા નાં ખેલૈયાઓ મન મૂકી ને ડી.જે નાં તાલે ઝૂમ્યા હતા, ત્યારે છેલ્લા દિવસે અલગ અલગ વેશભુષા કરી એકતા નું પ્રક્તિક દર્શાવ્યું હતું,


માંઆધ્યા શક્તિ નો ઉત્સવ એટલે કે નવરાત્રી મહોત્સવ, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ નેત્રંગ તાલુકા માં અનેક ગામોમાં નવરાત્રિ નું ઉત્સાહ ભેર આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે નેત્રંગ નગર માં આવેલ શાંતિનગર યુવક મંડળ દ્વારા નવરાત્રી 2023 નું આયોજન કરવા નાં આવ્યું હતું, જેમાં નવે નવ દિવસ ટ્રેડિશનલ ડ્રેસ, ચણીયા ચોળી પહેરી બાલિકાઓ, માતાઓ અને યુવાનો અને વડીલો દ્વારા ડી.જે નાં તાલે ગરબા ની રમઝટ બોલાવી હતી, બાદ દસમા દિવસે પણ ગરબા નો સિલસિલો યથાવત્. રહતા યુવક મંડળ દ્વારા અલગ અલગ વેશભૂષા નાં કપડાં પેહરી જેમ કે રાજકીય નેતાના રોલ, રાણી લક્ષ્મીબાઈ, ચારણ રબારી ભરવાડ, મા ખોડીયાર, પંજાબી મહિલા, સાઉથ ઇન્ડિયન, તેમજ ભિખારી, શાકભાજી વાળો તેમજ પોલીસ તથા ક્રિકેટર જેવા અલગ અલગ પાત્ર ભજવવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ આવનારને પ્રોત્સાહન ઇનામ તરીકે 2001 રોકડ આપવા માં આવ્યું હતું,

ત્યારે બીજી તરફ નવરાત્રિ પર્વ નિમિતે દસે દસ દિવસ નેત્રંગ પોલીસ થકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટેની તકેદારી પી.એસ.આઇ. આર.આર.ગોહિલ તેમજ સ્ટાફ થકી રાખવામાં આવી આવ્યો હતો,


Share to

You may have missed