બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી પી.એસ.આઇ સહિત પોલીસ કર્મીઓએ દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરી

Share toબોડેલી પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમી નિમિતે શસ્ત્રોની પૂજા કરવામાં કરવામાં આવી
વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર.
વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. ત્યારે આજે ખાસ કરીને શસ્ત્રપૂજન કરવાનો પણ ખાસ મહિમા છે.
ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું દેશની સીમા પર જવાનોથી લઈને દેશમાં ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે બોડેલી પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ, વિક્રમસિંહ ચૌહાણ અને પોલીસ કોન્સ્ટેબલ, હેડ.કો.સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહી તેમના હથિયારોનું પૂજન કર્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી પી.એસ.આઇ સહિત પોલીસ કર્મીઓએ દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરી હતી બોડેલી પોલીસ મથકે કરવામા આવ્યુ શસ્ત્રપૂજન,


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to