DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ફાફડા જલેબી ની મજા માણી ને હર્ષોલ્લાસ સાથે દશેરાની ઉજવણી કરતા બોડેલી નગરજનો

Share to



દશેરા ના દિવસે બોડેલી શહેરમાં ફાફડા-જલેબી ખૂબ વેચાયા, દુકાનો પર સવારથી જ ભારે ભીડ જામી

દશેરાના પાવન પર્વ ના દિવસે ફાફડા જલેબી અને ચોળાફળી ની મજા માણી ને હર્ષોલ્લાસ સાથે દશેરાની ઉજવણી કરતા બોડેલી નગરજનો


આ વર્ષે પણ ફાફડા – જલેબી અને ચોળાફળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પરંતુ સ્વાદના રસિયાઓ પરંપરા અનુસાર ફાફડા-જલેબી આરોગવાનું ચુકશે નહીં
અને જિલ્લામાં લોકો મન મુકીને લહેજત માણી હતી

બોડેલી માં વિજ્યાદશમી એટલે કે દશેરાની આનંદ-ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
જેમાં શહેરીજનો દ્વારા વિજ્યાદશમી પર્વ સાથે પરંપરાગત રીતે જોડાયેલા ફાફડા-જલેબી અને ચોળાફળીની મન ભરીને લહેજત માણે છે. બોડેલી શહેરમાં આવેલી સ્વીટ ફરસાણાની દુકાનો ઉપરાંત દશેરાના દિવસ પુરતાં ઉભા કરાયેલા ખાનગી સ્ટોલ્સ, લારી-ગલ્લા વગેરે દ્વારા ફાફડા, ચોળાફળી અને જલેબીનો મોટાપાયે વેપાર કરવામાં આવતો હોય છે.
ત્યારે આ વખતે ફાફડા જલેબી ચોળાફળી ખાઈને બોડેલી વાસીઓ દશેરાની ઉજવણી કરે છે બોડેલીમાં સરેરાશ લાખો રૂપિયાના ફાફડા, ચોળાફળી અને જલેબી શહેરીજનો ઝાપટી જશે.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed