અમરેલીના બગસરા ના ખેડૂતોના હીતમાટે વધુ એક સારો નિર્ણય લેતા ધારાસભ્ય જે,વી, કાકડિયા ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે

Share to




અમરેલીના બગસરા સર્કિટ હાઉસ ખાતે બગસરા વિસ્તારના ખેડૂતોના સિયાળું પાક માટે મુંજયાસરના ડેમ માંથી પાણી છોડવા માટે એક અગત્યની મિટિંગ સિંચાઈ વિભાગના અધિકારી સાથે ધારાસભ્ય જે.વી.કાકડીયા દવારા બોલાવામાં આવી હતી ત્યારે
બગસરા તાલુકમાં મોટાભાગના ખેડૂતો ખેતી કરે છે જેમાં આ વર્ષે સારો વરસાદ પડતા બગસરા ના મુંજીયાસર ડેમમાં પાણીની આવક સારી થઈ છે અને આજુબાજુના ગામડાના ખેડૂતોને આ ડેમનું સિંચાઈ માટે પાણીપુરૂ પાડતો હોય જેમાં ખેડૂતોની ચોમાસુ સિઝન પૂરી થવા આવી છે અને હવે ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવશે જેમાં ખાસ કરીને ઘઉં ચણા ધાણા લસણ ડુંગળી કઠોળ જેવા પાકોનું શિયાળામાં ખેડૂતો વાવેતર કરતા હોય અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી ખૂબ જ મહત્વનું હોય ત્યારે ખેડૂત નેતા ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા
લાભ પાંચમ ના શુભ દિવસે ખેડૂતોના પિયત માટે પાણી છોડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખેડૂતોને ખેતી પાકો માટે આ સિંચાઈના પાણીથી ખૂબ મોટો લાભ થવાનો હોય ત્યારે મોટાભાગના ખેડૂતોએ આ નિર્ણય આવકાર્યો હતો
આ મીટિંગ માં જિલ્લા પંચાયતના સભ્યશ્રી ધીરુભાઈ માયાણી, એ.વી.રીબડીયા સહિતના આગેવાનો અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to