December 23, 2024

સ્વચ્છતા હી સેવા:રાજપારડી ખાતે ભગવાન બિરસા મુડાજીની પ્રતિમા અને અંકલેશ્વરમાં જી.આઇ.ડી.સી સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાની સાફ સફાઇ કરાઈ

Share to



ભરૂચ:બુધવાર: “સ્વચ્છતા હી સેવા” થીમ આધારિત સફાઇ અભિયાન હેઠળ ભરૂચના ઝધડીયા તાલુકાના રાજપારડી ચોકડી સ્વચ્છતા સેવા નિમિત્તે ભગવાન બિરસા મુડા પ્રતિમા તથા અંકલેશ્વર તાલુકાના જી.આઇ.ડી.સી ખાતે સ્વામી વિવેકાનંદની પ્રતિમા સહિત મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કામગીરી તેમજ પ્રતિમા આસપાસના વિસ્તારોને પણ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સાફ સફાઇ કરવામાં આવી હતી.
મહાન વિભૂતિઓની પ્રતિમાનું ″સ્વચ્છતા હી સેવા″ ઝુંબેશ દ્વારા સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં સફાઇ કર્મચારીઓ તથા NGO સાથે રહીને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પ્રતિમાની આજુબાજુના વિસ્તારની સફાઇ પણ કરાઈ હતી.


Share to

You may have missed