નેત્રંગ પોલીસ દ્વારા આવનાર તહેવારોને લઈ ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિની ચિત્તર મેળવાયો

Share toમંગળવારે નેત્રંગ પોલીસ મથકના પી.એસ.આઈના માર્ગ દર્શન દ્વારા આગામી નવરાત્રી પર્વ અને દિવાળીના તહેવારોને લઈ તકેદારીના ભાગરૂપે નેત્રંગ ટાઉન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી કરવા આપેલ સુચનાને પગલે સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મોટા ગરબાના મંડળોના આયોજકો સાથે ગરબા સ્થળ પર જઈ રૂબરૂ મુલાકાત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે રાત્રિના બાર વાગ્યે ફરજિયાત ગરબા બંધ કરવાના કાયદા ,CCTV લગાવવા, સંસ્કૃતિ અનુરૂપ ગરબાનું આયોજન કરવા ,ગરબે રમતા કોઈપણ વ્યક્તિના ફોટોગ્રાફ તેઓની મંજૂરી વિના સોશ્યલ મીડિયામાં મૂકવા નહીં કે મોર્ફ કરી ઉપયોગ નહીં કરવા અને ટ્રાફિક , પાર્કિંગ ,લાઇટિંગ વ્યવસ્થા અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું.સોની-જ્વેલર્સ અને વેપારીઓને તહેવારો દરમિયાન રાખવાની તકેદારી અંગે પણ સમજ કરવામાં આવી હતી નેત્રંગ ચાર રસ્તા ખાતે અડચણ રૂપ લારીના દબાણોકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to