બેંક મેનેજરના લૂંટ વિથ મર્ડર કેસમાં રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી ઘટનાનુ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું

Share to

મહીસાગર…….આરોપી હર્ષિલ પટેલએ મૃતક વિશાલ પાટીલને લુણાવાડાના કંકા તળાવ પાસે મળ્યો હતો

આરોપી અને મૃતક વિશાલ પાટીલ ગોઠીબ સંતરામપુર સુખસર વગેરે વિસ્તારોમાં ફર્યા હોવાની કબુલાત કરી

1 કરોડ 18 લાખ રૂપિયા કેસ જોઈ અને હર્ષિલ ની દાનત બગડી હતી

દિવસ દરમિયાન બેંક મેનેજર અને આરોપી હર્ષિલ પટેલ સાથે ફર્યા હતા હર્ષિલએ અંધારું પડવાની જોઈ રહ્યો હતો રાહ

હર્ષિલ પટેલ તેમજ વિશાલ પાટિલ બંને ક્રેટા કારમાં સંતરામપુર થી કડાણા તરફ ગયા હતા

બેંક મેનેજર પેશાબ કરી આવ્યા બાદ આરોપી હર્ષિલ પટેલે માથાના ભાગે ગોળી મારી દીધી હતી

હર્ષિલે બેંક મેનેજરની હત્યા કર્યા બાદ લાશ ફેંકી ગાડી ગોધર ગામ પાસે મૂકી તેમાંથી કેસ લઈ ફરાર થયો હતો

ત્યારબાદ પાછો ગોધર ગામે આવી અને ક્રેટા કાર ઉપર પેટ્રોલ છાંટી કારને સળગાવી હતી

પોલીસ દ્વારા પંચોની સાથે રાખી સમગ્ર ઘટનાનું આરોપી પાસે રી કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું

કઈ રીતે આરોપીએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તે અંગે સમગ્ર ઘટનાનું આરોપી પાસે રી કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું.

સાગર ઝાલા…
મહીંસાગર…….


Share to

You may have missed