આજરોજ જખૌ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા  મોહાડી અને લીમડી વાંઢ ગામોની સંયુક્ત વિઝીટ કરવામાં આવી.

Share to


તા. 10/10/2023, મંગળવાર

*જખૌ મરીન પોલીસ દ્વારા મોહાડી ગામની વિલેજ વિઝીટ *જેમાં શ્રી ડી.આર ચૌધરી પોલીસ ઈન્સ્પેકટર જખૌ મરીન પોલીસ સ્ટેશન, સીદીકભાઈ પૂર્વ ઉપસરપંચ ચપેરડી, યોગેશભાઈ ચૌધરી તથા દિપુભા સોઢા, કલ્પેશભાઈ માળી, ગ્રામજનો અને શિક્ષકગણ હાજર રહેલ.

જેમાં લીમડી વાંઢ અને મોહાડી આંતરરાષ્ટ્રીય જળસીમા કાંઠેના ગામ હોવાથી આંતરિક સુરક્ષા, માદક પદાર્થો અને NDPS એકટ ની માહિતી, પાઘડિયા માછીમારો જાગૃતિ અંગે માહિતી તથા વિસ્તારમાં શકમંદ અને અજાણ્યા ઈસમો પર વોચ રાખવા જણાવેલ

ગામની પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી જેમાં બાળકો અને શિક્ષકગણ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.
મોહાડી કોસ્ટલ આઉટ પોસ્ટ ની વિઝીટ કરી ત્યાં રહેલ પોલીસ અને SRD જવાનો તથા ઉંટ સવારોને પોલીસિંગ અને પેટ્રોલિંગ કરવા સૂચનો કરવામાં આવ્યા. શેખરણપીર દરગાહની મુલાકાત કરવામાં આવી.
દરિયાઈ સીમાના ટાપુઓનું સુરક્ષાની દ્રષ્ટિ લેન્ડીગ પોઇન્ટ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું.


ડી.આર.ચૌધરી
પોલીસ ઈન્સ્પેકટર
જખૌ મરીન પોલીસ સ્ટેશન
પશ્ચિમ કચ્છ ભુજ
સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to