સેલંબા ના પિતા-પુત્રી પર હુમલા ની ઘટના ઉપજાવી કાઢેલી હોવાનું પોલીસ નો દાવો

Share to




ઈકરામ મલેક:રાજપીપલા

સેલંબા મા થયેલી કોમી ઘટના બાદ જેની મોબાઈલ ની દુકાન સળગાવી દેવાઈ હતી એવા પીડિત વાસીમ શેખ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો હતો કે તેને કેટલાક અજાણ્યા લોકો દ્વારા ફરિયાદ પછી ખેંચી લેવા ફોન ઉપર ધમકીઓ મળી રહી છે.

ત્યારે પોલીસે આ મામલે 6 ઓક્ટોબરે ફરિયાદી ની ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ શરૂ કરી હતી, ત્યારે એના બીજાજ દિવસે 7 ઓક્ટોબર ના રોજ ફરિયાદી વસીમ શેખ અને તેની સાત વર્ષથી દીકરી ઉપર કોઈ બે અજાણ્યા હુમલાખોરો બ્લેડ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ જાય છે ઇજાગ્રત હાલત મા પિતા પુત્રી સાગબારા ના સિવિલ હોસ્પિટલ પર જાય છે અને પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવે છે અને ફરિયાદીની વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

પણ હવે પોલીસ એવો દાવો કરી રહી છે, કે સમગ્ર ઘટના એક તરકટ છે અને કોઈ હુમલો થયોજ નથી, ફરિયાદી પોતેજ આરોપી છે અને તેણે પોતેજ પોતાના શરીરે અને પોતાની દીકરી ની પીઠ ઉપર ઘસરકો કરી પોતાના ઉપર હુમલો થયો હોવાની સ્ટોરી ઘડી કાઢી હતી.

આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરી આ વાત નો ખુલાસો કર્યો હતો અને આરોપી વસીમ શેખ અને સિમ કાર્ડ આપી ફોન કરનાર મુંબઈ ના નદીમ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે.


Share to

You may have missed