જુનાગઢ ના ભેસાણ માં અશ્વિનકુમાર બી ભૂવા નાગપુર કામટી ખાતે NSS ઓફિસરની 30 દિવસ સુધી તાલીમ મેળવ્યા સ્વાગત કરવામાં આવ્યું

Share to


ભેસાણ NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર નિતીનભાઈ જોષી તેમજ NSS યુનિટ ક્રિષ્ના સ્કૂલ તથા શાળા પરિવાર દ્વારા ગુરુ શિષ્ય સન્માન સમારોહનું ભવ્ય અને સુંદર આયોજન કરેલ હતું સંસ્કૃતિ અને વિધિ વિધાન પ્રમાણે ભારત માતા તેમજ માં શારદાનું પૂજન કરી કાર્યક્રમનો શુભારંભ કરતા NCC ઓફિસર શ્રી અશ્વિનકુમાર બી ભૂવા નાગપુર (કામટી) ખાતે 30 દિવસ સુધી ઓફિસરની તાલીમ લઈને કઠિન પરિશ્રમ કરી ‘સેકન્ડ ઓફિસર’ પદવી પ્રાપ્ત કરી હતી તેમજ જામકંડોરણા ખાતે NCC CATC – 2 પ્રશિક્ષણ વર્ગ સફળતા પૂર્વક પૂર્ણ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું..

તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લાકક્ષાની વિવિધ સ્પર્ધા જેમકે જુડો,એથલેટિક્સ,ખો ખો,કલા ઉત્સવ વગેરે જેવી સ્પર્ધામાં કોચ કાંતિ સાહેબ રાઠોડના માર્ગદર્શનથી જિલ્લા કક્ષાએ 25 ગોલ્ડ મેડલ,30 સિલ્વર મેડલ તેમજ 15 બ્રોન્ઝ મેડલ મેળવેલ હતા અને આગામી સમયમાં પ્રથમ નંબર મેળવેલ રમતવીરો રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ભવ્ય સફળતા પ્રાપ્ત કરે તેવી શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવી હતી અને ગુરુ શિષ્યોને ટ્રોફી, સનમાન પત્ર,મેડલ અને પ્રમાણપત્ર અર્પણ કરી તેવોના ઉત્સાહમાં વધારો કરી હિંમત અને પ્રેરણા આપી હતી આ તકે શાળાના ટ્રસ્ટી,શાળાના આચાર્ય, NSS યુનિટ પ્રોગ્રામ ઓફિસર તેમજ શાળા પરિવાર હાજર રહ્યો હતો…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed