ઝગડીયા તાલુકાના ફૂલવાડી ગામે ગ્રામસભા યોજાતા હંગામો થવાના વિડીયો વાયરલ ….

Share to

આદિવાસી સ્મશાન ના ભ્રસ્ટાચાર બાબતે લોકો ભેગા થયા હોવાની લોક ચર્ચા…

ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે જાહેર રજા ના દિવસે ગ્રામસભા કેમ યોજી તે પણ એક પ્રશ્ન ??

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ગામોમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થવાની લોક બુમો ઉઠતી રહે છે ત્યારે આજરોજ ગાંધી જયંતી નિમિત્તે જાહેર રજા હોય જેમાં ઝગડીયા તાલુકાના ફૂલવાડી ગામે આવેલ કોમ્યુનિટી હોલમાં ગ્રામસભા યોજાઇ હોવાની લોક ચર્ચા ઍ જોર પકડ્યું છે જેમાં વાયરલ વિડિઓ માં ગ્રામજનો તેમજ તલાટી અને સરપંચો અને આગેવાનો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો ના વિડીયો સામે આવી રહ્યા છે જોકે આ અલગ અલગ વીડિયો ક્યારના છે તેની પુષ્ટિ ચેનલ કરી રહી નથી…

વાયરલ વીડિયોમાં ફૂલવાડી ગામના કોમ્યુનિટી હોલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ કહેવાય રહ્યું છે વાયરલ વીડિયોમાં ગામમાં લોકો ભેગા મળી અને રજૂઆત કરી રહ્યા છે અને આ રજૂઆત કઈ બાબતો વચ્ચે થઈ રહી છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ ગામને લગતા વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચારને ને લઈ કોઈ વાત વિવાદમાં પહોંચી ગઈ હોય તેમ ગ્રામજનો અને તલાટી તેમજ સરપંચ અને સભ્યો વચ્ચેના દ્રશ્યો વીડિયોની અંદર દેખાઈ રહ્યા છે જેમાં ગ્રામજનો કોઈક વિકાસના કામોને લઈ અને પ્રશ્નો ઉઠાવતા નજરે પડી રહ્યા છે તો અન્ય સભ્યો અને આગેવાનો ગ્રામજનોને ઊંચા અવાજે સમજાવતા હોય તેવું લાગી રહ્યું છે લોક ચર્ચા પ્રમાણે ગામ માં આદિવાસી સ્મશાન ની આવેલ ગ્રાન્ટ બાબતે સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે તો બીજા એક વાયરલ વિડિઓ માં ફૂલવાડી ગ્રામપંચાયત ની અંદર નો હોવાનું જણાય રહ્યું છે..જેમાં કોઈ ક રજુઆત ને લઈ ગ્રામજનો તલાટી કમ મંત્રી અને ડેપ્યુટી સરપંચ ને કોઈક રજુઆત કરી રહ્યા છે જેમાં કહેવાતા ડેપ્યુટી સરપંચ મોબાઇલ થી વિડિઓ કરી રહેલ વ્યક્તિ ને ભાર પૂર્વક વિડિઓ ઉતારવાનું બંધ કરવાનું કહી રહ્યો છે…

તો ત્રીજા વાયરલ વિડિઓ માં એક કંપની નો અધિકારી જેના સર્ટ ઉપર ઝગડીયા GIDC માં આવેલ ગુલબ્રાન્ડ્સન કંપનીનું નામ લખેલ છે જેને કેટલાક લોકો દ્વારા અહીંયા કેમ આવ્યા છો અને બની રહેલ કોઈક બિલ્ડીંગ ના CSR ના કામ વિશે પૂછી રહ્યા છે જેમાં ગુલબ્રાન્ડ્સન કંપની નો અધિકારી ગોલ ગોલ જવાબ આપી ત્યાંથી છટકી જવાની ફિરાક માં હોઈ તેમ લોકો વિડિઓ માં કહી રહ્યા છે ત્યારે હાલ તો ઝગડીયા તાલુકામાં આવેલ ફૂલવાડી ગામના આ વિડિઓ ઝડપથી વાયરલ થતા લોકોમાં આ બાબતે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.. જોવું ઍ રહશે કે આમાં હકીક્ત છે શુ…

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં આવેલ જીઆઇડીસી ના વિસ્તારમાં આવેલ ફૂલવાડી ગામમાં અનેક કંપનીઓ દ્વારા સીએસઆર અંતર્ગત ના કામો થઈ રહ્યા છે જેમાં ભ્રષ્ટાચાર થયા હોવાની લોક બૂમો અગાઉ ના સમય માં પણ ઉઠવા પામી હતી…


Share to

You may have missed