ઝગડીયા તાલુકાના કપાટ ગામે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

Share to




આજ રોજ ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના કપાટ ગામે મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં “મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર અને તેમના વિચારો પર નિબંધ લેખન, ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા તેમજ નાના બાળકો માટે સંગીત ખુરશી તેમજ લીંબુ ચમચી જેવી રમતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.” આ કાર્યક્રમનું આયોજન કપાટ ગામના ગાંધીજી પ્રેરીત સામાજિક કાર્યકર નિલેષ વસાવા તેમજ ગામના યુવાનો અને વડીલોના સહકારથી યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઝગડીયાની સેવારૂરલ સંસ્થામાંથી મહાનુભાવો, શાળાના આચાર્યશ્રી તેમજ ગામના યુવાનો, વડીલો તેમજ ગામના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાત્મા ગાંધીની તસવીરને સુતરની આંટી પહેરાવી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને યુવાનોએ ગાંધીજીના જીવન અને એમના સત્યના માર્ગ અંગે બાળકોને માર્ગદર્શીત કર્યા હતા તેમજ બાળકોને સત્યના માર્ગે ચાલવાની શીખ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહન મળે એ હેતુસર તમામ સ્પર્ધાઓમાં શ્રેષ્ટતા બતાવનાર સ્પર્ધકો તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર અને ઉપસ્થિત રહેનાર તમામ વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક ભેટ આપવામાં આવી હતી. જે સ્ટેશનરીનો ખર્ચ દાતાશ્રી દીક્ષિતભાઈ નિઝામા શુકલતીર્થ-ભરૂચ દ્વારા આપવામાં આવ્યો હતો.અંતે નિલેષભાઈ વસાવા દ્વારા રેંટિયો ચલાવીને યુવાનો અને વિદ્યાર્થીઓને ગાંધીજીના કાંતણ અંગે સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે સૌ પ્રીતિ ભોજન કરી છુટા પડ્યા હતા.


Share to