November 21, 2024

સ્ટેટ મોનીટરીંગ સેલ નર્મદા જિલ્લા મા ત્રાટકી

Share to



—————————————-

ડેડીયાપાડા પોલીસ મથક ની હદ લાખો રૂપિયા નો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડ્યો


ઈકરામ મલેક:રાજપીપળા

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પોલીસ ના સ્ટેટ મોનીટરીંગ સેલ ને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળી હતી કે નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના મોટા મંડાળા ગામે ટેકરા ફળિયા મા આરોપી ચંદ્રસિંગ મેલસિંગ વસાવા પોતાની દુકાન અને મકાન મા ભારતીય બનાવટ નો ગેરકાયદેસર ઈંગ્લીશ અને દેશી દારૂ નો ખૂબ મોટો જથ્થા નો સંગ્રહ કરી વેચાણ કરે છે.

ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ના પી.એસ આઈ એન.એસ.ઝાલા ના સુપરવિઝન હેઠળ હે.કો રવીન્દ્રસિંહ કરણ સિંહ અને તેમની ટીમ દ્વારા નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકા ના મોટા મંડાળા ગામે તારીખ 1-10-2023 ના પંચો ને સાથે રાખી બાતમી ની જગ્યાએ રેડ કરતા આરોપી ની દુકાન અને રહેણાંક મકાન ના અંદર ના ભાગે થી ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ ની બોટલો અને બિયર ના ટીન મળી કુલ 1850 બોટલો અને દેશી દારૂ મળી કુલ રૂપિયા 2,10,580/- નો ગેરકાયદેસર દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી. સાથે રોકડા રૂપિયા 2610/- એક મોબાઈલ કિંમત રૂ.5000/- અને દારૂની હેરાફેરી મા વપરાતી એક હીરો હોંડા મોટરસાયકલ કિંમત રૂ.30,000/- મળી કુલ રૂ.2,48,190/- નો મુદ્દામાલ સિઝ કરાયો હતો.

નર્મદા જિલ્લા ના છેવાડાનો અને મહારાષ્ટ્ર ને અડી ને આવેલો હોઈ ગેરકાયદેસર દારૂ ની અહીંયા મોટા પાયે ઘૂસણખોરી કરાતી હોય છે, ત્યારે નર્મદા જિલ્લા પોલીસ અજાણ રહેતા ચેક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અહીંયા રેડ કરાતા સ્થાનિક પોલીસ માટે નીચાજોણું થયું કહેવાય એમ ચર્ચાઈ રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (S.M.C) દ્વારા કરાયેલી આ રેડ મા મુખ્ય આરોપી ચંદ્રસિંગ મેલસિંગ વસાવા ફરાર થઇ ગયો હતો, જ્યારે દારૂ નું વેચાણ નું કામ કરતી એની પત્ની સુકવાનતા બેન ચંદ્રસિંગ મેલસિંગ સ્થળ ઉપર થી ગેરકાયદેસર દારૂ ના જથ્થા સાથે પકડાઈ જતા સ્થાનિક પો.સ્ટેની મહિલા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફ ની મદદ લેવાઈ હતી. અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસ ને સુપરત કરાયા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.


Share to

You may have missed