અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડ માં ચૂંટણી યોજાય ભાજપ પ્રેરિત પેનલના રમણીકભાઈ સોજીત્રા ચેરમેન, તેમજ હર્ષદભાઈ રાવલ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા

Share to



અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં ચૂંટણી યોજાય હતી જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો અને આ ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ધારાસભ્ય જેવી કાકડિયા ભાજપના પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી જેમાં મોટાભાગની સીટો ભાજપ પ્રેરિત પેનલ થી વિજય થઈ હતી અને આજે ધારી માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ધારી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રમણીકભાઈ સોજીત્રા તેમજ વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ ચૂંટાઈ આવ્યા હતા હાર તોરા કરી લોકોએ સ્વાગત કર્યું હતું ધારી તાલુકાની વાત કરવા જાઈએ તો તાલુકોમાં મોટાભાગના ખેડૂતો ધરાવતો આ તાલુકો હોય અને ખેતી સાથે જોડાયેલા મોટાભાગના ખેડૂતો છે જેમાં મુખ્ય પાકો કપાસ મગફળી સોયાબીન જેવા પાકોનું મુખ્ય વાવેતર કરતું હોય અને ખેડૂતોને ખાસ પોતાની જણસીના સારા ભાવ મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડમાં પોલતાની જણસી વેચવા આવતા હોય તો ખાસ કરીને ધારીના ધારાસભ્ય જે,વી, કાકરીયા દ્વારા ખેડૂતો માટે અવારનવાર સરકારમાં રજૂઆત કરીને ખેડૂતોની જણસીના સારા ભાવ મળી રહે તે માટે માંગણીઓમાં કરવામાં આવી હતી તેમજ આવતા સમયમાં ખેડૂતો માટે પોતાની જણસીના સારા ભાવ મળી રહે તે માટે કામ કરવામાં આવશે આજે ધારી માર્કેટિંગ યાર્ડમાં રમણીકભાઈ સોજીત્રા ની ચેરમેન તરીકે વરણી થતાં તેમજ વાઇસ ચેરમેન તરીકે હર્ષદભાઈ રાવલ ની વરણી થતા તાલુકાના હજારો લોકો દ્વારા શુભેચ્છા નો ધોધ વહેવા લાગ્યો હતો રમણીકભાઈ સોજીત્રા તે મોજ હર્ષદભાઈ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધારી માર્કેટિંગ યાર્ડમાં આગળના સમયમાં પેઢી ધારકો વેપારીઓ તેમજ ખેડૂતોના હિતમાં કામ કરવામાં આવશે

રિપોર્ટર,મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to