ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ઝઘડિયાના પૂર અસરગ્રસ્તોને અનાજ કીતનું વિતરણ કરાયું

Share to




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્યો રીતેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવેલા પાણીને લઈ નર્મદા નદીમાં પૂર આવ્યું હતું જેને લઇ નર્મદા કાંઠા વિસ્તારના લોકોના મકાનોમાં પાણી ભરીજતા મકાન માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો અને ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે જેને લઇ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ સહાયના કામો કરવામાં આવી રહ્યા છે, જે અનુસંધાને આજરોજ ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારના ગામો જેમ કે ઈન્દોર પણેથા જુનાપોરા તેમજ ઓર પાટાર જેવા ગામ ખાતે આજરોજ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા અનાજની કીટ નું વિતરણ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ મળતા વહીવટી તંત્ર તેમજ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો

*વિજય વસાવા નેત્રંગ*


Share to