October 5, 2024

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ખેલ મહાકુંભ 2.0’ના રજિસ્ટ્રેશન કર્ટન રેઇઝરનો રમતગમત-સાંસ્કૃતિક વિભાગના મંત્રીશ્રી, રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પ્રારંભ કરાવ્યો હતો તથા ‘ખેલ મહાકુંભ 2.0’નું રજિસ્ટ્રેશન પોર્ટલ લોન્ચ કર્યું હતું.

Share to



મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે આરંભાયેલ ખેલ મહાકુંભનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા રમતવીરોને તમામ પ્રકારની સહાય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘ખેલ મહાકુંભ’ના પરિણામે ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અને દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે.


Share to

You may have missed