સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ હસ્તકની તમામ રેન્જ દ્વારા પશુઓ માટે ઘાસચારો એકઠો કરી જરૂરિયાત મુજબના ગામડાઓમાં પહોંચાડી સેવાભાવી કાર્ય કરેલ છે.
ભરૂચ જિલ્લામાં પૂરથી ભરૂચ સહીત અંકલેશ્વર, ઝગડીયા, હાસોટ તાલુકાના વિસ્તારમાં અસર પહોંચાડી હતી. જનજીવન ખોરવાતા પશુઓના ઘાસચારા માટે પડતી જરૂરિયાતોને પૂરી કરવા સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા ઘાસ વિતરણ કામગીરી કરવામાં આવી. અંકલેશ્વર માં પુર ની સ્થિતિ માં ઢોર ને નુકસાન થવા પામેલ તથા અન્ય ઘણું નુકસાન થયેલ છે .જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ઢોરોને ઘાસ પોચડવામાં આવ્યું. ૧૦૦૦ વધુ પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા થતા મુંગા પશુઓ માટે વરદાનરૂપ સાબિત થયું હતું.
આ સેવાભાવી કાર્યમાં ભરૂચ જિલ્લાની સામાજિક વનીકરણ વિભાગના વાલીયા, ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચ, વાગરા, આમોદ જંબુસરના સામાજિક વનીકરણ વિભાગના કર્મચારીઓ આં સેવાભાવી કામગીરીમાં જોડાયા હતા.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.