November 20, 2024

ભરૂચ જિલ્લામાં ૪૦૬૨ પૂર અસરગ્રસ્તોને રૂ.૯.૧૧ લાખની કેશડોલ્સ ચૂકવવામાં આવી

Share to


ભરૂચ: શુક્રવાર: ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના પૂરને કારણે ભરૂચના ૬, અંકલેશ્વરના ૧૫ , ઝઘડિયાના ૧૨, હાંસોટ ૧ અને વાગરા ૧ એમ કુલ ૩૫ ગામો અસરગ્રસ્ત થયા હતા.આ અસરગ્રસ્ત ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લા પ્રસાશન દ્વારા રાત-દિવસ સતત કામગીરી કરી કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચુકવવા માટે સર્વે ટીમો દ્વારા સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે.

જિલ્લા પ્રસાશન દ્વારા અત્યાર સુધીમાં પૂરઅસરગ્રસ્ત ગામોના ૪૦૬૨ લોકોને કેશડોલ્સ પેટે રૂ.૯.૧૧ લાખની સહાય ડીબીટી મારફત ચૂકવવામાં આવી છે.આ ઉપરાંત બાકી લોકોને કેશડોલ્સ ચૂકવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,અસરગ્રસ્ત એવા ભરૂચ-અંકલેશ્વર શહેર અને ગામડાઓમાં ઘરવખરી,કેશડોલ્સની ચૂકવણીના સર્વે માટે ૪૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે.


Share to

You may have missed