ગણેશ ઉત્સવને લઈ નેત્રંગ મામતદાર કચેરી ખાતે મીટીંગ યોજાઈ,

Share to





નેત્રંગ મામલતદાર કચેરી ખાતે નેત્રંગ મામલતદાર અનિલભાઇ વસાવા અને પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલની અધ્યક્ષતામાં ગણેશ ઉત્સવ કરતા આયોજકો સાથે આગામી ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ.

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે મામલતદાર અનિલભાઇ વસાવા અને પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલની અધ્યક્ષતામાં નેત્રંગ તાલુકાના ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક નું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થા બાબતે મામલતદાર તથા નેત્રંગ પી.એસ.આઈ આર.આર. ગોહિલ દ્વારા ગણપતિ મંડળના આયોજકોને ગણપતિ ઉત્સવ બાબતે જરૂરી સુચનાઓ અને જાહેરનામા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

તેમજ આયોજકોને જણાવવામાં આવ્યું હતું કે દરેક ગણપતિ મંડળના આયોજકોને સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આયોજન કરવામાં આવે તેમજ કોઇ વાદ વિવાદ કે કોઈની ધાર્મિક લાગણીઓ દુભાય એવા કૃત્યો કરવાના રહેશે નહીં. તેમજ નિયત કરેલ સમય દરમિયાન ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

જેવી કે ગણેશ મહોત્સવ દરમ્યાન તથા ગણેશજીની પ્રતિમાઓનાં વિસર્જન ના દિવસે શોભાયાત્રા દરમ્યાન ધાર્મિક ભજનો /ગીતો સિવાય ધાર્મીક લાગણી દૂભાય તેવા ગીત કે સંગીત,બિભત્સ ફીલ્મી ગીતો વગાડી શકાશે નહી તથા ધાર્મીક લાગણી દૂભાય તેવા ભાષણો કે સુત્રોચ્ચાર કરી શકાશે નહી.

ગણેશજીની મૂર્તિઓનાં સ્થપના સ્થળોએ તેમજ વિસર્જનના દિવસે વિસર્જન યાત્રા દરમ્યાન કોઈપણ વ્યકિતઓએ વિસર્જન યાત્રામાં જાહેર જગ્યાએ આવતા જતા રાહદારીઓ પર તેમજ વાહનોમાં આવતા જતા માણસો ઉપર કે મકાન/મિલ્કતો ઉપર હાજર રહેલા વ્યક્તિઓ ઉપર કોઈ પણ પ્રકારનાં રંગો કે પાવડરને છુટા,પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રીત કરી ઉડાડી કે છાંટી શકાશે નહી.

મંડળના આયોજકોએ સ્થાપના અને વિસર્જનના સમયે સરઘસ તથા શોભાયાત્રાના સ્વરૂપે જવાના હોય તેની સચોટ માહીતી સાથે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અધિકૃત અધિકારી દ્રારા આપવામાં આવેલ પરમીટમાં દર્શાવેલ રૂટ સીવાય અન્ય રૂટ પર વિસર્જન કરી શકાશે નહી. આ બેઠકમાં તાલુકાના વિવિધ ગણેશ મંડળોના આયોજકો,સરપંચો,આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to