ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે પુરની અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી પૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારોને પુરની અસર ન થાય તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે
સાંજે ૫ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટર, પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક, ડેમના જળસ્તરનું લેવલ જાળવા માટે સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે
સાંજે ૫ કલાકે ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલવામાં આવ્યા છે
રાજપીપલા,શનિવારઃ- ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. ઈન્દીરા સાગર ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦ દરવાજા બપોરે ૧૨ કલાકે ૧.૪૦ મીટર સુધી ખોલી રિવરબેડ પાવર હાઉસમાંથી કુલ ૧,૪૫,૦૦૦ પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. બપોરે ૧ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૬.૩૬ મીટર થઇ છે પાણીની આવક ૯,૧૬,૮૯૫ ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૮,૧૧,૩૪૦ ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક ૧,૪૨,૧૬૬ ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો વધારો જોવા મળી રહ્યો છે.
ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ સહિતના નીચાણવાળા વિસ્તારને પુરની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેરશ્રી કાનુન્ગો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. સરદાર સરોવર ડેમનો પ્રાકૃતિક નઝારો અને ડેમના દરવાજા ખોલાતા આહલાદક વાતાવરણ નજારાને જોવા માટે સહેલાણીઓ અને લોકો પણ પાણીના પ્રવાહને જોઇને આનંદિત બની સેલ્ફી અને પ્રાકૃતિક નજારો પુલકિત બની હોંશથી આનંદ લઇ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.
સરદાર સરોવર નર્મદા ડેમ સાંજે ૫ કલાકે પાણીની સપાટી ૧૩૭.૩૨ મીટર, મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યુસેક છે. સાંજે ૫ કલાકે ૨૩ દરવાજા ૫૬૦ મીટર સુધી ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ ૯,૪૫,૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ૧ કલાકમાં પાણીની સપાટીમાં ૨૫-૩૨ સે.મી.નો વધારો નોંધાઇ રહ્યો છે. પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવે છે. ભરૂચ નર્મદા વડોદરા સહિત નીચાણવાળા ગામોના વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
More Stories
જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*