ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામ ખાતે કવૉરી-ખાણ એસોસીએશન અને વાહન ચાલકો-ક્લીનરોની પગાર વધારા મુદ્દે બેઠક મળી હતી

Share to



છેલ્લા ઘણા સમયથી ઝઘડીયા-રાજપારડી અને નેત્રંગ તાલુકાનાં કવૉરી-ખાણ ઉદ્યોગોમાં વાહનો ચલાવતા ચાલકો અને ક્લીનરો સહિત શ્રમિકોને ઓછું વેતન આપવામાં આવી રહ્યું હોવાની બૂમો ઉઠી હતી જેને પગલે ઝઘડીયા તાલુકાનાં બલેશ્વર ગામના આગેવાન ચંદ્રકાંતભાઈ વસાવાને કામદારો અને ચાલકો જાણ કરતાં તેઓએ આજરોજ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં કવૉરી-ખાણ એસોસીએશન અને વાહન ચાલકો-ક્લીનરોની બેઠક યોજી હતી જે બેઠકમાં સાંસદે ક્વોરી ઉદ્યોગમાં માલિકો અને વાહન માલિકો સાથે ચર્ચા કરી હતી અને વાહન ચાલકો તેમજ કામદારોને ધારા ધોરણ મુજબ વેતન આપવા સમજ આપી હતી જેને લઈ તમામ માલિકોએ ડ્રાઈવરો-શ્રમિકોને વેતન વધારી આપવા બાહેંધરી આપી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to