શિનોર તાલુકાના સાધલી મુકામે સાધલી પોલીસ મથકે આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ ના તહેવાર ને લઇને શાંતિ સમિતિની બેઠક યોજાઇ..

Share to

વડોદરા 12-09-23
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના સાધલી મુકામે સાધલી પોલીસ મથકે આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદ ના તહેવાર લઇને શાંતી સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી..તેમા શિનોર પી.એસ.આઈ અલ્પેશ મહીડા ની ઉપસ્થિતિમા શાંતિ સમિતિ ની બેઠક મા હિન્દુ. મુસ્લિમ સમાજ ના આગેવાનો ગણેશ મંડળના આયોજકો શાંતી સમિતી ની બેઠક મા હાજર રહ્યા હતા..મળતી માહિતી પ્રમાણે આગામી ગણેશ મહોત્સવ
અને ઈદે મિલાદ તહેવાર શાંતી પુર્ણ વાતાવરણ મા યોજાય તે સંદર્ભે શિનોર પી.એસ. આઈ.અલ્પેશ મહીડા દ્રારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત સાધલી ગામનાં નવયુવાન ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ગણેશ મંડળના આયોજકો સાધલી મદીના મસ્જિદના કમિટીના સભ્યો આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા…રિપોર્ટર . મોઇન રાઠોડ… શિનોર


Share to

You may have missed