September 4, 2024

.માંડવી તાલુકાના અમલસાડી ગામે રાત્રી સમય દરમ્યાન રહેણાંક વિસ્તારમાં મકાન ફરતે ઉભી કરાયેલી 5 ફૂટ ઉંચી દીવાલ કૂદી ઘરમાં ઘુસીયો………સમગ્ર ઘટના સી.સી ટી.વી કેમેરામાં થઇ કેદ દ્રશ્ય જોય લોકોમાં ભયનો માંહોય સવાયો.

Share to





રિપોર્ટર…. નિકુંજ ચૌધરી



માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો. 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો પ્રવેશ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ ભ્રામે આવ્યા છે. આ અંગે વનવિભાગને પણ લોકો દ્વારા જાણ કરવામાં આવી છે.સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં છાશવારે દીપડો દેખાયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા કરે છે. ત્યારે વધુ એક વખત માંડવીમાં દીપડો દેખાયો છે. મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામે દીપડો દેખાયો હતો. શત્રીના સમયે 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘટના કમ્પાઉન્ડમાં ઘૂક્ષી ગયો હતો. જો કે સદનસીબે કોઇ જાનહાનીના બનાવ સામે આવ્યો નથી. અત્યાર સુધી ખેતી અને જંગલીય વિસ્તારો તો ઠીક પરંતુ હવે રહેણાક વિસ્તારમાં પણ દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે.દીપડાની લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે દીપડો ત્યાં આંટાફેરા મારી રહ્યો છે. દીપડાએ દેખાઇ દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી છે. જેથી વન વિભાગે પણ દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


Share to

You may have missed