December 11, 2023

જૂનાગઢ માં ચોરી થયેલ મોટર સાયકલ સહિત અન્ય કુલ – ૩ મોટર સાઇકલ. ચોરીનો ભેદ ઉકેલીને ચોરી કરનાર આરોપીને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

Share to
.જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ નાઓએ મીલકત સબંધી તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવા તેમજ વણ શોધાયેલ ચોરી ના ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીઓની પ્રવ્રુતીઓ કરતા ઇસમોને પકડી પાડવા સુચનાઓ કરેલ હોય અને જે અંગેનો એક્શન પ્લાન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ ના માર્ગદર્શન હેઠળ જુનાગઢ સી ડીવી.પો.સ્ટે. ખાતે ઈ. એફ.આઈ.આર. ઉપરથી દાખલ થયેલ ગુનો આઇ.પી.સી.કલમ- ૩૭૯ મુજબના કામે જુનાગઢ, મનોરંજન શર્કીટ હાઉસ પાસે રોડ ઉપરથી ચોરીમાં ગયેલ હીરોહોન્ડા કંપનીની કાળા કલરની સી.ડી.ડીલક્સ મોટર સાયકલ રજી નં. GJ-11-9Q-8509 વાળી મો.સા. ચોરાયેલ હોય જે અંગે જુનાગઢ સી.ડીવીજન પો.સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી વી.કે.ઉંજીયા સા. ની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડનો માણસો ચીર-મુદામાલની તપાસની કામગીરીમાં હતા તે દરમ્યાન વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ કેમેરા આધારે તેમજ બનાવવાળી જગ્યા તેમજ આજુબાજુમા સી.સી.ટી.વી. કેમેરામા તપાસ કરી ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસ આધારે સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ ચેતનસિંહ જગુભાઇ સોલંકી તથા પો.કોન્સ સંજયસિંહ ચૌહાણ તથા રોહિતભાઇ ધાધલ નાઓને સચુંક્તમાં મળેલ બાતમી હકીકત આધારે સી ડિવિ. પો.સ્ટેશન ગુ.૨.નં.- ૧૧૨૦૩૦૪૨૩૦૪૬૫/૨૦૨૩ મુજબના કામે ચોરી કરનાર ચોર ઇસમ કાયદાના સંઘર્સમાં આવેલ કિશોર રહે, વાળો હોવાની ચોક્કસ બાતમી હકિકત આધારે તપાસ કરતા ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મોટર સાયકલ રજી નં. GJ-11-Qq-8509 કિ.રૂ. ૨૦,000/- વાળી તેમની પાસેથી મળી આવતા કબ્જે કરેલ તેમજ કાયદાના સંઘર્સમાં આવેલ કિશોરની પુછપરછ દરમ્યાન પોતે ઉપલેટા ખાતે મેળા માથી ચોરી કરેલ ગ્લેંડર મો.સા. રજી નં. તથા અન્ય એક કાળાકલરની લેંડર મો.સા. નંબર પ્લેટ વગરની ચોરી કરેલાની કબુલાત આપતો હોય જે બંન્ને મો.સા.ઓ પણ મેળવવામાં આવેલ અને આ બાબતે તપાસની આગળની કાર્યવાહી ચાલુ છે આમ ચોરીમા ગયેલ મો.સા. શોધી કાઢી અનડિટેક ગુન્હો ડિટેક્ટ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી કાયદાના સંઘર્સમા આવેલ કિશોર રહે, ઉપલેટા જી.રાજકોટ કબ્જે કરેલ મુદામાલ – હીરોહોન્ડા કંપનીની કાળા કલરની સી.ડી.ડીલક્સ મોટર સાયકલ રજી નં. GJ-11-09-8509 સ્પલેન્ડર મોટરસાયકલ २१०GJ-11-AR-4608
એક કાળાકલરની સ્પલન્ડર ડર મો.સા. (રજી. નંબર પ્લેટ વગર)

આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ.શ્રી વી.કે.ઉંજીયા સા. તથા પો.સબ.ઇન્સ શ્રી આર.વી.આહીર સા. તેમજ જુનાગઢ નેત્રમ શાખા પો.સબ ઇન્સ.શ્રી પી.એચ.મશરુ સા. તથા ગુન્સ શોધક યુનીટના પો.હેડ.કોન્સ. એન.આર.ભેટારીયા તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી તથા સંજયસિંહ ચૌહાણ તથા રોહિતભાઇ ધાધલ તથા મનિષભાઇ હુંબલ તથા દિલીપભાઇ ડાંગર તથા ડ્રા.પો.કોન્સ. નાગદાનભાઈ સિંધવ તથા નેત્રમ શાખાના પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા તથા હાર્દીકભાઇ સિસોદીયા તથા વુ.પો.કોન્સ. અંજનાબેન ચવાણ વિગેરે પો.સ્ટાફે કરેલ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed