November 21, 2024

બસો ના કારણે ઝઘડિયા તાલુકામાથી અભ્યાસ અર્થે ભરૂચ જતા વિદ્યાર્થીઓ ત્રાહિમામ… બસ રોકી કર્યો ઉગ્ર વિરોધ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 12-0923

સવારે ૮ થી ૯ ના સમય માં એકપણ ભરૂચ જવાની માટે બસ નથી …..

ઉમલ્લા રાજપારડી ખાતે સવાર મા બે બસ ફળવવામાં આવે તે જરૂરી….

વિદ્યાર્થીઓ એક અરજી લખી જગડીયા ડેપો ના વહીવટી તંત્ર પર આક્ષેપ કર્યા છે કે રાજપીપળા થી આવતી એકપણ બસ રાજપારડી સ્ટેન્ડ ઉપર ઊભી રહેતી નથી.. બસ ના સંચાલકો સામે આક્ષેપ થયા છે કે સવારે ૮ થી ૯ ના સમય માં એકપણ ભરૂચ જવાની માટે બસ નથી જે જૂના રૂટ કાર્યરત હતા એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત ના ખૂણા સુધી એસ ટી વિભાગ દ્વારા બસ ના રૂટ લંબાવવામાં આવ્યા છે જ્યારે ઝઘડિયા ડેપો ના સ્થાનિક ગામડાઓ ના રૂટ જે GSRTC સવલત આપતું હતું એ હવે બન્ધ કરી દેવામા આવ્યા છે રહ્યું વધારે આવક ની લાલચ માં ડેપો મેનેજર કે કન્ટ્રોલર વધારાના રૂટ ચલાવવા ના બદલે સ્થાનિક મુસાફરો વિદ્યાર્થીઓ ને સમયસર બસ નો લાભ મળે એ બાબતે ધ્યાન દોરે તે જરૂરી બની ગયું છે ..

ઝગડીયા તાલુકાની વાત કરવામાં આવે તો ઝઘડિયા ડેપો માંથી જતી બસો ના કેટલાય ગામડાના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે કેટલાક અંદર ના ગ્રામ્ય વિસ્તાર મા ઘણા એવા વિદ્યાર્થીઓ નજરે ચડે છે જે ભણવા માટે ચાલતા જ અવરજવર કરતા હોય છે સરકાર બસ ના રાહતદર ના પાસ આપી ને છૂટી જાય છે પરંતુ અભ્યાસ અને નોકરી ધન્ધા જતા લોકો ને જવા આવવા માટે બસ આપતી નથી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ નર્મદા જિલ્લામાં શાળા ના વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો..

ભરૂચ ડિવિઝનમા આવતા ડેપો માં અંકલેશ્વર,જગડીયા,જંબુસર, રાજપીપળા અને ભરૂચ તમામ ડેપો નો વહીવટ ખાડે ગયો હોઈ તેમ લાગી રહ્યું છે રોજ બરોજ સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ ને તકલીફ જોવા મળી રહી છે રાજપીપળા થી સવારના સમય દરમિયાન ભરૂચ અને અંકલેશ્વર માટે એક બસ ફાળવવામાં આવી છે જેના બસ ની કેપિસિટી પ્રમાણે રાજપીપળા થી લઈ ઝગડીયા સુધી મુસાફરો ની સઁખ્યા બસ ની સામે 4 થી 5 ગણી હોઈ છે “””જો ઉમલ્લા અને રાજપારડી ખાતે ભરૂચ માટે એક એક બસ ફળવવામાં આવે તો આ બાબતે મુસાફરો ને રાહત થાય તેમ છે “””પરંતુ આ બાબતે એસ ટી વિભાગ આંખ અને કાન બંધ કરી બેસી ગયું છે પરંતું અંધેર વહીવટ ના કારણે મુસાફરો ને હલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે…ત્યારે આજરોજ રાજપારડી ખાતે બસ મા ઉભું રહે તે માટે પણ જગ્યા ના હોવાના કારણે તથા રોજ બરોજ ની તખલીફ હોવાના કારણે સ્કુલે જતા વિધાર્થીઓ એ બસ રોકી અને એક પત્ર પાઠવી ઉગ્ર વિરોધ સાથે નિયામકને રજુઆત કરી હતી.. ત્યારે એસ ટી વિભાગ આ બાબતે ધ્યાન દોરે છે કે કેમ તે જોવું રહ્યું.. કે પછી વિદ્યાર્થીઓ ને અવરજવર ની તકલીફ પડતી રહશે તે જોવું રહ્યું…


Share to

You may have missed