ઝઘડિયા ના લીમોદરા ગામે શ્રાવણિયો જુગાર રમતા ચાર જુગારીઓ ને રૂપિયા 21,770 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી ઝઘડિયા પોલીસ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા 08-09-23 ઝગડીયા

21,770 /- ના મુદામાલ સાથે પાના પત્તાનો હાર જીતનો જુગાર રમતા હતા..

ગતરોજ ઝઘડીયા પો.સ્ટે વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શ્રાવણીયો જુગાર રમતા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી હતી જે અનુસંધાને ઝઘડીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન મળેલ બાતમીના આધારે લિમોદ્રા ગામે સુકવણા ફળિયામાં રહેતા રમણભાઇ ચતુરભાઇ વસાવા નાઓના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં લાઈટના અજવાળે ગોળ કૂડાળું વળી પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા જગ્યા ઉપર પોલીસ ના માણસો દ્વારા રેઈડ કરતા કુલ-4 આરોપીઓ સ્થળ ઉપરથી પકડાઈ ગયા હતા..

આ રેડ દરમિયાન સ્થળ ઉપર થી રોકડા રૂપીયા મળી કુલ્લે 11,270 /તથા મોબાઈલ નગ-3 કી.રૂ.10,500 /- તથા જુગાર રમવાના સાધનો મળી કુલ કીમત રૂપીયા
21,770 /- નો મુદ્દામાલ મળી આવતા પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગારધારા કલમ 12 મુજબ ઝગડીયા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી…
01-પંકજભાઇ રામાભાઇ પુંજાભાઇ પટેલ ઉ.વ 45 ધંધો.ખેતી મુળરહે. મકાન નં.3 / 130 શિરવી વાસ,
ઉગમણી ભાગોળ રાંધેજા. જી.ગાંધીનગર હાલરહે.લિમોદ્રા કંચનપરી ફળિયુ તા.ઝઘડીયા જી.ભરૂચ

02 -ચેતનભાઇ કનુભાઇ દેસાઈભાઇ પાટણવાડીયા ઉ.વ.29 ધંધો.મજુરી રહે.પાટણવાડીયા
લિમોદ્રા તા.ઝઘડીયા જી.ભરૂચ

03-છત્રસીંગભાઇ સરાધભાઇ છોટીયાભાઇ વસાવા ઉ.વ.55.. ધંધો.મજુરી રહે.લિમોદ્રા સુકવણા
ફળિયુ તા.ઝઘડીયા જી.ભરૂચ

04- અલ્પેશભાઇ અશોકભાઇ બકોરભાઇ વસાવા ઉ.વ.38 ધંધો.મજુરી હાલરહે.લિમોદ્રા સુકવણા
ફળિયુ તા.ઝઘડીયા જી.ભરૂચ મુળ રહે.કોલીયાદ નવી નગરી મહાકાળી મંદિર ફળિયુ તા.કરજણ
જી.વડોદરા નું હોવાનું જણાવેલ છે

#DNSNEWS


Share to