ઝગડીયા તાલુકાના દુ.વાઘપુરા ગામે ખડકી ફળિયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે જડપી પાડ્યો..

Share to

વિદેશી દારૂની રૂ.૧૪૬૦૦ ની કિંમતની નાનીમોટી ૧૨૬ નંગ બોટલો મળી આવી

પ્રતિનિધિ / સતીશ વાસાવા ઝગડીયા 06-09-23

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર દુ.વાઘપુરા ગામે ખડકી ફળિયામાં રહેતો કલ્પેશ રમેશભાઇ વસાવા તેના ઘરની બાજુમાં રહેતી કરીશ્માબેન વસાવાના ઘરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને ચોરીછુપીથી તેનું વેચાણ કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

પોલીસે કલ્પેશના ઘરે રેઇડ કરતા તે પોલીસને જોઇને અંધારાનો લાભ લઇને નાશી છુટ્યો હતો, જ્યારે તેના ઘરની બાજુમાં કરીશ્માબેન વસાવાના રહેણાંક ઘરમાં પોલીસે તપાસ કરતા આ મહિલા ત્યાં હાજર મળી આવી હતી. પોલીસને તપાસ કરતા ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂ.૧૪૬૦૦ ની કિંમતની નાનીમોટી ૧૨૬ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ ગુના હેઠળ સદર મહિલા અને કલ્પેશ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.


Share to

You may have missed