ઝઘડિયા GIDC ને જોડતું બોરોસીલ કંપની સામેનું રેલવે ગરનાળું ત્રણ દિવસ સમારકામ માટે બંધ રહેશે…

Share to

ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય રેલવે દ્વારા ત્રણ દિવસ ગણનારૂ બંધ રાખવાની જાહેરાત કરી છે.

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ

ઝઘડિયા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ બોરોસીલ કંપનીની સામેથી જીઆઇડીસી ઝઘડિયાને જોડતું રેલવે વિભાગનું ગળનાળાનો રોડ ચોમાસા દરમિયાન ખૂબ જ બદતર હાલતમાં આવી ગયો હોય નાના મોટા વાહન ચાલકોને ભાડે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો, જેને સમારકામ કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ ગળનાળાનો રોડ ( કોલટાર રોડ‌ વર્ક) રીપેરીંગ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રેલવે વિભાગમાં જણાવ્યું છે કે એલએચએસ નંબર ૨૩-બી બોરોસીલ કંપનીની સામેના રોડ સરફેસિંગનુ કામ રેલ્વે દ્વારા કરવામાં આવશે જેના કારણે તા.૪.૯.૨૩ થી તા. ૬.૯.૨૩ સુધી ત્રણ દિવસ સુધી એલએચએસ નં.૨૩-બી બંધ રહેશે આ બંધ દરમ્યાન અંકલેશ્વર ખરર્ચી બોરીદ્રા ના વાહન ફાટક નંબર ૮ સાગબારા ફાટકથી ઝઘડિયા જીઆઇડીસી માટે જઈ શકશે અને ભરૂચ તરફથી આવવા વાળા વાહનો ઝઘડિયા, વાલિયા ચોકડી થઈ ઝઘડિયા જીઆઇડીસી જઈ શકશે તેમ જણાવ્યું હતું.

.


Share to

You may have missed