રાજપીપળા મા મણિપુર કાંડના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઊજવણી કરાઈ

Share to




પેહલા ગૌ-રક્ષા ના નામે મુસલમાનો ને ટાર્ગેટ કરાયા, હવે ખ્રિસ્તીઓ ના નામે મણિપુર મા આદિવાસીઓ ને ટાર્ગેટ કરાય રહ્યા છે: ડૉ. શાંતિકાર વસાવા


પ્રતિનિધિ રાજપીપળા:-

સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટ ને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અનુસંધાને આજે નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી રાજપીપળા તાલુકા પંચાયત કચેરી સામે આવેલ બિલ રાજાના સ્ટેચ્યુ થી એક રેલી સ્વરૂપે નીકળી નગર ના સ્ટેશન રોડ થઈ, એકલવ્ય ચોક ખાતે સમાપન થયું હતું.

આ રેલીમાં નાના બાળકો થી લઈ યુવાઓ અને મહિલાઓ અને પુરૂષો ઉત્સાહભેર જોડાયા હતા, દર વર્ષ કરતાં આ વર્ષની ઉજવણી અલગ રહી હતી જેનું કારણ મણીપુરની આદિવાસી અત્યાચાર સહિતની અન્ય ઘટનાઓનો પડઘો આદિવાસી સમાજે આ રેલીમાં નાજ ગાન અને ઢોલ ત્રાસા વગાડ્યા વગર શાંતિપૂર્ણ અને મૌન કરી કાળા કપડાં પહેરી કાળી પટ્ટી ધારણ કરીને સરકારની આદિવાસી વિરોધી નીતિઓનો આકરો વિરોધ નોંધાવ્યો હતો.

આદિવાસી અગ્રણી એવા ડોક્ટર શાંતિકાર વસાવા દ્વારા મીડિયા સાથે વાત કરવામાં આવી હતી અને તેમણે મણીપુર સહિતની અન્ય આદિવાસીઓ ઉપરની અત્યાચારની ઘટનાઓને આંકડા શબ્દોમાં વખોડી કાઢી હતી અને આ તમામ ને કાવતરું અને પ્રોપંછ ગણાવી ભારતીય જનતા પાર્ટી આરએસએસ અને બજરંગ દળને જવાબદાર ગણતા કહ્યું હતું કે પેહલા ગૌ રક્ષા ના નામે મુસલમાનો ને ટાર્ગેટ કરાયા હવે ખ્રિસ્તીઓના નામે આદિવાસી ઓ ને ટાર્ગેટ કરાય રહ્યા છે.

સાથે-સાથે તેમણે આદિવાસી ઓ પર થઈ રહેલા હુમલા અને અત્યાચાર સામે ચૂપ રહેલા 95 ટકા નેતાઓ ને પણ રોકડી પરખવતા તેમને જેતે પક્ષ ના ગુલામ ગણાવ્યા હતા, અને તેમને આહવાન કર્યું હતું કે સમાજ પર થઈ રહેલા અત્યાચાર ને વખોડવા બહાર આવે.


Share to