September 6, 2024

ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ઉજવણી કરાઈ

Share to

*નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી*

*આદિવાસીઓ પોતાના પરંપરાગત પોશાક ધારણ કરી ઢોલ જેવા વાજિંત્રો સાથે ઉમટી પડ્યા-ધારાસભ્ય ચૈતર વસાવા એ પણ આદીવાસી પોશાક પહેર્યો આદીવાસીઓ માં અનેરો ઉત્સાહ*


નર્મદા: સમગ્ર વિશ્વમાં 9 મી ઓગસ્ટ નો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આદિવાસી વિસ્તારોમાં આ દિવસની વિશિષ્ટ રૂપે ઉજવણી હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આજરોજ વિશ્વ આદિવાસી દિવસની એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. નર્મદા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, તાપી સહિત મહારાષ્ટ્ર ના નજીકના વિસ્તાર માંથી પણ આદિવાસીઓ ડેડીયાપાડા ખાતે મોટી સંખ્યામાં ઉમટતા પોલીસે ડેડીયાપાડા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આજરોજ ડેડીયાપાડા ખાતે એક ઐતિહાસિક રેલી યોજાઇ હતી અને વિશ્વ આદિવાસી દિવસ ની આદિવાસીઓએ ઢોલ, નગારા અને આદિવાસી પરંપરાગત વાજિંત્રો વગાડી આદિવાસી પરંપરાગત પોશાક ધારણ કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો, આ સાથે ડેડીયાપાડા ના પીઠા ગ્રાઉન્ડ ખાતે સભાના રૂપમાં રેલીને સંબોધતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના સમાજને જાગૃત થવાની હાકલ કરી હતી અને પોતાના હક અધિકારો માટે એક મંચ પર આવવા આહવાન કર્યું હતું, તેમ જ મણીપુર ખાતે આદિવાસી મહિલાઓ ઉપર કરવામાં આવેલા બળાત્કાર તેમની હત્યા અને અત્યાચારોનો ભારે વિરોધ કરાયો હતો. મણીપુરના મામલે ડેડીયાપાડા ખાતે આદિવાસી આગેવાનોએ સમગ્ર મામલાને વઘોરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું.

સૌપ્રથમ તો આદિવાસી રિવાજ મુજબ દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી, અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ સમાજ ના આગેવાનો દ્વારા કાઢવામાં આવી હતી જે રેલી પીઠા ગ્રાઉન્ડથી યાહા મોગી સર્કલ પાસે આવીને ભગવાન બિરસા મુંડા ને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ લીમડા ચોક થઈને પરત પીઠા ગ્રાઉન્ડ ખાતે રેલી પહોંચી હતી જયાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રેલી ને સંબોધન કર્યું હતું.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા (નર્મદા)*


Share to