November 28, 2023

ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે જુની કલેક્ટર કચેરીના પરિસરમાં બનાવવામાં આવેલ નવનિર્મિત બેંચમાર્ક ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું

Share to


ભરૂચ – બુધવાર- ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ (બૌડા) દ્નારા જુની કલેક્ટર કચેરીના પરિસરમાં બનાવવામાં આવેલ નવનિર્મિત બેંચમાર્ક ગાર્ડનનો આજરોજ ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને અધિક નિવાસી કલેક્ટરશ્રી અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી એન.આર.ધાધલે રિબિન કાપીને બેંચમાર્ક ગાર્ડનનું ઉદ્ધાટન કર્યું હતું.
આ પ્રસંગે, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેંચમાર્ક ગાર્ડનમાં ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરોપણ કર્યું હતું.
ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચની જનતાને બૌડા પર ખૂબ અપેક્ષાઓ છે. જેમ બૌડા કચેરીના પરિસરમાં આવેલા બેંચમાર્ક પોઈન્ટ પાસે સુંદર ઉદ્યાન બનાવ્યું છે. તેવી જ રીતે ભરૂચમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટો પણ ભરૂચની જનતા માટે એક નવો બેંચમાર્ક સાબિત થાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કરી બૌડાની કામગિરીને બિરદાવી હતી.
આ વેળાએ, નગર પાલિકા સભ્ય શ્રી હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, અન્ય અગ્રણીઓ, તેમજ બૌડાના અધિકારી શ્રી નિતિન પટેલ, હેમંત શાહ, રિતેશ આર. અમિન અને અન્ય સ્ટાફ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
****


Share to