ઝગડીયા ના રાજપારડીના સિલિકા રેતી પ્લાન્ટ ઉપર મનસુખભાઇ વસાવા ના આક્ષેપ કરતો પત્ર જુવો શુ કેહવું છે ભરૂચ ના સાંસદ નું…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 08-08-23

“””ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પાસે સામ દામ દંડ ભેદ તથા નાણાકીય ગેર વ્યવહાર કરી પોતાની તરફેણમાં કરી લીધા “””

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં આવેલા સિલિકાના પ્લાન્ટ ગેરકાયદેસર ચાલતા હોવાનો પત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ ભરૂચના કલેકટરને સંબોધીને લખ્યો છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજપારડી ખાતે આવેલ સૈયદ અલમિયા ઇમામ અલી નામનો સિલિકા રેતી પ્લાન્ટ માં મોટા પાયે ગેરરીતી આચરવા હોવાનો પત્ર કલેકટરને સંબોધીને લખ્યો છે રાજપારડી નો આ પ્લાન્ટ ગેરકયદેસર છે અને અને પર્યાવરણ સહિત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે

સિંચાઈ જમીનો તથા આદિવાસીઓની 73 AA ની જમીનો પર્યાવરણની વિના મંજૂરી મેળવ્યા વિનાજ અધિકારીઓ તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પાસે સામ દામ દંડ ભેદ તથા નાણાકીય ગેર વ્યવહાર કરી પોતાની તરફેણમાં કરી સરકારશ્રીની પૂર્તિ રોયલ્ટી ભર્યા વિના સિલિકા સેન્ડ રેતી નો ધંધો કરે છે ગેરકાનૂની કામ કરી બે રોકટોક તેઓનો ધંધો ચાલે છે ..

કલેકટર ને લખેલ પત્ર માં મનસુખભાઇ વસાવા દ્વારા અધિકારીઓ ની મીલીભગત સિલિકા પ્લાન્ટ માલિક સૈયદ અલમિયા ઇમામ અલી ઉપર આક્ષેપ કરતા પત્ર થી ગેરકાયદેસર સિલિકા પ્લાન્ટ અને રેતી ના પ્લાન્ટ ધારકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે..

ત્તયારે સાંસદ ના પત્ર ઉપરથી ફલિત થાય છે કે સિલિકા હોઈ કે રેતી ઉમલ્લા,રાજપારડી, ઝગડીયા સુધી ના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્લાન્ટો ફૂલ્યા ફલ્યા છે જેઓ વિના રજીસ્ટ્રેશન અને નિયમો વિરુદ્ધ પોતાના પ્લાન્ટો ચલાવી રહ્યા છે..

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ ના સાંસદ ગેરકાયદેસર રેતી ખનન ના મુદ્દે પણ આગળ આવી બેબાક રીતે બોલતા આવ્યા છે અગાઉ પણ ઉમલ્લા થી ઝગડીયા સુધી ચાલતા ગેરકાયદેસર રેતી ના સ્ટૉક વિશે પણ આવાજ ઉઠાવતા રેતી સંચાલકોને આંનદફાંણદ માં રજીસ્ટ્રેશન માટે ઝગડીયા વહીવટી કચેરી માં દોડતા કરાવી દીધા હતા ત્યારે હવે જોવું એ રહ્યું કે સાંસદ મનસુખભાઇ વસાવા ના પત્ર પછી આ મુદ્દે તંત્ર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવે છે


Share to