૭૪મો તાલુકા કક્ષા વન મહોત્સવ ઉજવણી – અબડાસાસ્થળ- મરીન કમાંડો કેમ્પસ , હોથીવાંઢ

Share to

લોકેશન નલિયા
તા-૮/૦૮/૨૦૨૩

સદર કાર્યક્રમમાં *મુખ્ય અતીથી શ્રી એન.પી. કતીરા મામલતદાર અબડાસા.*
દ્વારા પર્યાવરણ જાળવણી અર્થે વધુમાં વધુ રોપા વાવેતર કરી તેની માવજત થાય અને તે વૃક્ષમાં પરીણમે તે બાબતની જવાબદારી સ્વીકારી પ્રર્યાવરણનો રુણ ચુકવવા બાબતે જણાવેલ

તથા કાર્યક્રમના મહેમાનો ના ઉદબોધનમાં
*શ્રી એસ.સી.રાઠવા તાલુકા વિકાસ અધિકારીશ્રી અબડાસા* દ્વારા જણાવેલ કે પરોપકારી વૃક્ષો આપણને આ જીવન ઉપયોગી થતા રહેતા હોય છે, ઔષધી તરીકે પણ વૃક્ષોના મહત્વ વિષે સમજ આપી અને વન વિભાગ દ્વારા હાલમાં અબડાસા તાલુકામાં ફરતા વૃક્ષ રથ થી છેવાળાના ગામો સુધી રોપા પહોંચાડવાની કામગીરી ચાલુ હોઈ ત્યાંથી રોપા મેળવી પોતાના ઘર આંગણામાં,ખેતર,વાડી જેવી જગ્યાઓ પર વાવેતર કરવા જોઈએ, તથા ભવાનીપર તેમજ ભેદી નર્સરી પરથી રોપા મેળવી શકીએ છીએ તેમ જણાવેલ
ત્યારબાદ
*શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા,જીલ્લા પંચાયત સદસ્ય* એ જણાવેલ કે, પર્યાવરણ માટે દરેક વ્યક્તિએ પોતાનાથી બનતા પ્રયત્ન કરવા જોઈએ, તેમ કહી મંચ પર ઉપસ્થિત મહેમાન એવા *વિરોધપક્ષના નેતા શ્રી મહાવીરસિંહની* કામગીરીથી જણાવેલ કે, મહાવીરસિંહ દ્વારા આરીખીણા ગામે તેમના દિકરાના જન્મ દિવસે ૪૦૦ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ બચાવવાનો ઉત્તમ સંદેશ આપેલ છે.
તે જ મુજબ દરેક વ્યક્તિએ પોતાના જન્મ દિવસ,લગ્ન દિવસ,પરિવારમાં સારા પ્રસંગોએ વૃક્ષો વાવેતર કરી ઉજવવા જોઈએ,તથા સામાજીક વનીકરણ વિભાગ નલીયા દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી રહેલ છે, તથા કનકપર,પૈયા,પિંગલેશ્વર સારા વાવેતરો ઉડીને આંખે વળગે છે, તથા અબડાસા તાલુકામાં *નમો વડ વન-પિંગલેશ્વર* નુ ખુબ જ સરસ કામ થયેલ છે,આવા કામો થતા રહે તે જરુરી છે ,અને સરકારશ્રીની વન વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લોકોએ લેવો જોઈએ.
*શ્રી બી.એન.દેસાઈ*
RFO સામાજીક વનીકરણ રેંજ નલીયા દ્વારા કાર્યક્રમ બાબતે જણાવેલ કે, બીપરજોય વાવાઝોડા સમયે વૃક્ષોએ પવનની ગતી ધીમી પાડવામાં પ્રમુખ ભાગ ભજવેલ હતો , જેટલા વૃક્ષો ધરાશયી થયેલ છે એના બદલામાં અનેક ઘણી વૃક્ષો વાવાની પ્રતિજ્ઞા લઈએ,તથા પર્યાવરણના મહત્વ વિષે સમજ આપેલ તેમજ વન વિભાગની યોજનાઓ તથા વૃક્ષ રથ થી પહોંચાડવામાં આવતા રોપાનુ વાવેતર કરી જાળવણી કરવા આહવાન કરેલ
સદર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો
ભાવનાબા જાડેજા- જીલ્લા પંચાયત સદસ્ય ,
શીવજીભાઈ મહેશ્વરી – તાલુકા પંચાયત સામાજીક અને ન્યાય સમીતી,
કે.સી.પટેલ પી.એસ.આઈ મરીન કમાંડો,
કે.કે.કુમાર પ્રધાન કોસ્ટ કાર્ડ,
ભારતીબેન પટણી, વિ.આર.ટી.આઈ શાળાના આચાર્ય અદાણી ફાઉન્ડેશનના કર્મચારીઓ,
તથા સરપંચશ્રીઓ

કાર્યક્રમનુ સંચાલન શ્રી ડી.બી.ગઢવી એ કરેલ
તથા આભાર વિધી એમ.એમ.ડોડ ફોરોસ્ટર શ્રી દ્વારા કરવામાં આવેલ
તથા કાર્યક્રમને સફળ કરવા
ફોરેસ્ટર શ્રી એફ.એન.પરમાર, વન રક્ષક શ્રી એમ.બી.બારૈયા તથા એ.કે.ગોરડીયાએ જહેમત ઉઠાવી હતી,


સ્થાનીક ગ્રામ જનો
શાળાના બાળકો
મરીન કમાંડો સ્ટાફ
વન વિભાગ નલીયા ઉત્તર/દક્ષિણ રેંજના કર્મચારીઓ હાજર રહેલ હતા

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to

You may have missed