October 17, 2024

ધન્વંતરિ રથ અને આરોગ્ય સંજીવની રથ બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો માટે ખરેખર “સંજીવની” સમાન

Share to


મકાનો- અને બાંધકામ સાઇટો ઉપર પોહચી જઈ કામ કરતા શ્રમિક પુરુષ, મહિલા અને બાળકો ને જરૂરી દવા અને સલાહ સહિત ઈશ્રમ કાર્ડ સહિત વીમા અને સગર્ભા મહિલાઓ માટે સહાય રૂપ કામગીરી

પ્રતિનિધિ રાજપીપલા:ઈકરામ મલેક

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ ધનવંતરી રથ અને આરોગ્ય સંજીવની રથ ફેરવવામાં આવે છે જે અંતરિયાળ ગામડાઓમાં તેમજ શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં કે જ્યાં બાંધકામનું કામ ચાલતું હોય તેવી સાઇડ ઉપર પહોંચી ગયા કામ કરતા શ્રમિક પરિવારોને જરૂરી આરોગ્ય અંગેની તપાસણી તેમજ તેમને લગતી સહાયરૂપ યોજનાઓ જેવી કે અકસ્માત વીમો સગર્ભા મહિલાઓને જરૂરી સહાય તેમ જ નાના બાળકોને તપાસ કરી તેમને કોઈ ખામી અથવા કોઈ આરોગ્ય લક્ષી સમસ્યા જણાય તો તેનું તેઓ નિદાન કરે છે અને જરૂરી જણાય તો તેઓ આગળ પણ રિફર કરે છે.

ત્યારે નર્મદા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના હરતા ફરતા મોબાઈલ યુનિટ સ્ટાફ સાથે ફિલ્ડ મા ફરતા કરવામાં આવ્યા છે, જે ગામે-ગામ ફરી ને લોકોના સ્વાસ્થ્ય ને જાળવવાની કામગીરી કરે છે, અને ખાસ કરી ને જ્યાં બાંધકામ કે અન્ય પ્રકાર ના શારીરિક શ્રમ સાથે જોડાઈ ને કામ કરતા હોય તેવા પુરુષો, મહિલા ઓ અને બાળકો સુધી પોહચી ને તેમને તપાસી નિદાન કરી જરૂર જણાય તો તેમને સઘન સારવાર માટે આગળ પણ મોકલે છે. તેમજ તેમને સરકાર તરફ થી મળતી યોજનાઓ ના લાભ મળી રહે એ માટે શક્ય સહાય રૂપ કામગીરી કરે છે.


Share to

You may have missed