માથામાં ગંભીર ઈજાઓ થયેલ દર્દી નો જીવ જોખમમાં મુકાયો..
નેત્રંગ – DNSNEWS report
નેત્રંગ થી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ દર્દીને જતી ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ બિસ્મા રસ્તા ના કારણે અર્ધ વચ્ચે થપ થઈ જતા દર્દીનો જીવ મુશ્કેલીમાં મુકાયો હતો વાત કરવામાં આવે તો નેત્રંગ તાલુકાના આદિત્ય રવિલાલ વસાવા નામના નો વ્યક્તિ બાઈક સ્લીપ ખાઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેને તાત્કાલિક નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જેની હાલત ગંભીર જણાતા તબીબો દ્વારા તેને ભરૂચ સિવિલ ખાતે ખસેડવા જણાવ્યું હતું જ્યાં હાજર 108 એમ્બ્યુલન્સ તેને નેત્રંગ થી ભરૂચ સિવિલ ખાતે લઈ જવા નીકળી હતી
જેને લઈ જતી 108 એમ્બ્યુલન્સ માલજીપુરા પાટીયા પાસે બિસ્માર રસ્તા ના કારણે 108 ના પાટા તૂટી જતા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઠપ થઈ હતી જેથી ગંભીર ઇજાગ્રસ્ત દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો. જોકે એક કલાક ના સમય ગાળા દરમિયાન અન્ય 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચતા ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ જવા રવાના થઈ હતી…
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના અનેક રોડ રસ્તા બિસ્માર હોવાના કારણે વાહનો ને નુકશાન પોહચી રહ્યું છે વાહણ ચાલકો તેમજ આમ જનતા ને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જેમાં વાત કરવામાં આવે તો ઇમર્જન્સી સેવા જેવી 108 એમ્બ્યુલન્સ ને પણ સમયસર દવાખાને દર્દીને લઈ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા આવા બિસ્માર રસ્તાને તાત્કાલિકના ધોરણે રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે